ICC World Cup 2023, IND vs PAK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનારો ઝડપાયો
ICC World Cup 2023, IND vs PAK: ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ સમગ્ર દુનિયામાં સૌથી વધુ જોવાતી ઇવેન્ટમાંથી એક છે. વિશ્વ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
આ મેચ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ વચ્ચે ધમકી આપનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ માત્ર મજા લેવાના ઇરાદાથી ધમકી આપી હતી કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવામાં આવશે. મૂળ મધ્ય પ્રદેશનો વીડિયો બ્લોગરે ધમકી આપી હતી.

આ આરોપી હાલ રાજકોટમાં રહેતો હતો, જેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાત સરકાર પાસેથી 500 કરોડની માંગણી પણ આ શખ્સે કરી હોય, તેની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, ધમકીભર્યો મેલ મોકલનારે વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગણી કરી હતી. અગાઉ, 5 ઓક્ટોબરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની મેચ માટે, ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા સતત ધમકીઓ વચ્ચે મોટેરા વિસ્તાર અને અમદાવાદના અન્ય ભાગોમાં સ્ટેડિયમમાં લગભગ 3,500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
