વર્લ્ડ કપની મેચોને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, ક્રિકેટ રસિકો માટે લેવાયો
ICC World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપની મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે તારીખે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે, તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.
અત્રે નોંધનીય છે કે, હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 કલાક સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે.

વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાનાર તારીખ 05 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 04 નવેમ્બર, 10 નવેમ્બર, 19 નવેમ્બરના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.
રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખીત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂપિયા 50 ના નિશ્ચિત દરે ખરીદી શકાશે.












Click it and Unblock the Notifications
