અમદાવાદના પાલડીમાં અશાંત ધારાના ઉલ્લંઘન કરનારા 9 બંગલાના દસ્તાવેજ રદ કરાયા
અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘન મામલે કલેક્ટર દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત પાલડીની નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીના કુલ 9 જેટલા આલિશાન બંગલાઓ પર ડિમોલિશન હાથ ધરાયું છે.

ડેપ્યુટી સિટી કલેક્ટરની કોર્ટે આ બંગલાઓના વેચાણ દસ્તાવેજોને રદબાતલ જાહેર કરી મિલકતો મૂળ માલિકોને પરત કરવાનો હુકમ કર્યો છે.
ઉત્તરાયણની રજાઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાઈ હતી. અશાંત ધારા (Disturbed Areas Act) ના નિયમોનો ભંગ કરીને થયેલા આ સોદાઓ સામે લાંબા સમયથી કાયદેસરની તપાસ ચાલી રહી હતી.
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે પણ મામલતદારને સ્પષ્ટ આદેશો આપી દીધા છે.
સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેનું હવે પરિણામ આવ્યું છે.












Click it and Unblock the Notifications
