india's cleanest city : ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ બન્યું સ્વચ્છતામાં નંબર 1 શહેર
india's cleanest city : કેન્દ્ર સરકારે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
આ સાથે ભોપાલ બીજે અને લખનૌ ત્રીજે ક્રમે રહ્યા છે. આ પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નીતિઓ અને કાર્યપદ્ધતિએ સમગ્ર દેશમાં ધમાકેદાર છાપ છોડી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમલમાં મુકાયેલ વિશિષ્ટ સફાઈ નીતિઓ અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓએ શહેરને સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ બનવામાં મદદરૂપ થઈ છે.
- દિવસમાં બે વખત સફાઈનું આયોજન કરવામાં આવે છે.
- 12,500થી વધુ સફાઈ કામદારો રોજિંદા પદ્ધતિથી કામ કરે છે.
- દરરોજ અંદાજે 4,000 મેટ્રિક ટન ઘન કચરો શહેરમાંથી નિકળે છે.
- તેમાંથી લગભગ 50% કચરો ડસ્ટબિન અને રોડ ક્લિનિંગ દ્વારા ઉપાડવામાં આવે છે.
600થી વધુ ઓટો ટિપર વાહનો દ્વારા દરરોજ 1.4 લાખથી વધુ ઘરોમાંથી 1300 ટનથી વધુ ઘન કચરો એકત્રિત થાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં આ રેન્કિંગ પ્રવર્તિત વ્યવસ્થાઓ, નાગરિકોની ભાગીદારી, ટેકનોલોજી ઉપયોગ અને ઘન કચરાના વ્યવસ્થાપનના આધારે આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
