Kite Festival 2026: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, 50 દેશોના પતંગબાજો લેશે ભાગ
Ahmedabad Kite Festival 2026: ગુજરાતની ઓળખ સમાન 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે આ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

વિશ્વભરના પતંગબાજોનો સંગમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં આંકડાકીય રીતે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
- વિદેશી મહેમાનો: 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે.
- રાષ્ટ્રીય પતંગબાજો: ભારતના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો આવશે.
- ગુજરાતી પતંગબાજો: રાજ્યના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો ભાગ લેશે.
- કુલ સહભાગીઓ: અંદાજે 1,071 પતંગ રસિયાઓ પેચ લડાવશે.
શું હશે મુખ્ય આકર્ષણો?
તા. 12થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાનારા આ મહોત્સવમાં માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસો પણ જોવા મળશે.
- નાઈટ કાઈટ ફ્લાઈંગ: 13 જાન્યુઆરીની રાત્રે અંધારા આકાશમાં પ્રકાશિત પતંગોની ઉડાન આકર્ષણનું કેન્દ્ર બનશે.
- સાંસ્કૃતિક સંધ્યા: દરરોજ સાંજે 7:00 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલ દવે પોતાની પ્રસ્તુતિ આપશે.
- વારસાની ઝલક: હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર બનેલા સ્ટોલ્સ, પતંગ મ્યુઝિયમ અને ફોટો વોલ આકર્ષશે.
- હાટ બજાર: 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા અને વ્યંજનોને પ્રોત્સાહન અપાશે.
અમદાવાદ ઉપરાંત આ શહેરોમાં પણ આયોજન
પતંગ મહોત્સવ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, રાજ્યના અન્ય સ્થળોએ પણ તારીખ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.
- 10 જાન્યુઆરી: રાજકોટ, સુરત અને ધોળાવીરા (કચ્છ).
- 11 જાન્યુઆરી: વડનગર, શિવરાજપુર બીચ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી.
- 13 જાન્યુઆરી: વડોદરા.
પર્યટનમાં મોટો ઉછાળો
ગુજરાત પ્રવાસન વિભાગના અંદાજ મુજબ, વર્ષ 2025માં 3.83 લાખ મુલાકાતીઓ આવ્યા હતા, જેની સામે આ વર્ષે 5 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લેશે તેવી શક્યતા છે. આ મહોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું બળ મળશે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
