Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

International Yoga Day 2022: અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રહ્યા હાજર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવતા માટે યોગ(Yoga for Humanity)ની થીમ પર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી. જેમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 7500થી વધુ લોકોએ ભાગ લીધો.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે કર્યા યોગ

સીએમ ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે કર્યા યોગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 75 વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. 75 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવે તેવી શુભેચ્છા પાઠવુ છુ. માનવતા માટે યોગની થીમ દ્વારા ઉજવણી કરવામાં આવી. યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ બોર્ડની વ્યવસ્થા કરી છે.

યોગ માટે રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી

યોગ માટે રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી

તમને જણાવી દઈએ કે આ વખતે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્વ તેમજ કુદરતી સૌદર્ય ધરાવતા 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને એક સાથે સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં જોડાયા હતા. યોગ માટે રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરવામાં આવી.

વિશાળ સંખ્યામાં નાગરિકોએ ભેગા મળી યોગ કર્યા

વિશાળ સંખ્યામાં નાગરિકોએ ભેગા મળી યોગ કર્યા

જેમાં 18 સ્થળો ઐતિહાસિક સ્થળો, 17 ધાર્મિક સ્થળો, 22 પ્રવાસન સ્થળો, 17 કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે. દરેક શહેર, જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ પોલિસ હેડ ક્વાર્ટર અને તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાની અમૂલ્ય યોગદાન આપ્યુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X