કિશન ભરવાડ હત્યા કેસઃ મૌલવીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો, ATS અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા
કિશન ભરવાડની હત્યા કેસમાં પોલિસે મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરી છે. ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે
અમદાવાદઃ ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યા કેસમાં પોલિસે મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરી છે. ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન મૌલાનાનુ કનેક્શન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલુ હોવાની બાબત સામે આવી છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

મૌલાના કટ્ટરવાદી ભાષણ આપીને યુવકોને ભડકાવતો હતો. જેના માટે પોલિસે કટ્ટરવાદી સંગઠન અંગે તપાસ શરુ કરી છે. બીજી બાજુ હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલિસ અને ગુજરાત એટીએસ પણ જોડાઈ છે. આ કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવી નામ સામે આવતા બંને તપાસ એજન્સીએ તપાસ તેજ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ધંધુકામાં સોશિયલ મીડિયામાં વિવાદિત ધાર્મિક પોસ્ટના કારણે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આરોપીઓ કિશનને સબક શીખવવા માગંતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતા જ શબ્બીર અને ઈમ્તિયાઝ બાઈક પર ઘટના સ્થળે પહોંચ્યા. ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યુ હતુ. અમદાવાદ જમાલપુરના મૌલવી અને દિલ્લીના મૌલવી શાહઆલમમાં મળી ચૂક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5-6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદમાં ગયો હતો અને મૌલવીને મળીને ફેસબુક પોસ્ટની વાત કરી હતી. કિશનની સબક શીખવવાની વાત કહી હથિયાર માંગ્યુ હતુ. મૌલવીએ હથિયાર આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
