પોસ્ટલ બેલેટની આપ-લે માટે અમદાવાદ ખાતે સ્ટેટ એક્સચેન્જ ફેર યોજાશે

Lok Sabha Election 2024: ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલિંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે રાજ્યકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે તારીખ 18 એપ્રિલ, 2024 ના રોજ યોજાનાર રાજ્યકક્ષાના આ એક્ષચેન્જ મેળામાં રાજ્યના 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી પરસ્પર ફોર્મ-12 ની આપ-લે કરશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગુજરાતમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો આપતા પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા.15 એપ્રિલ, 2024 સુધીમાં ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગોની સામાન્ય ચૂંટણી માટે કુલ 31 ઉમેદવારી પત્રો મળ્યા છે. જ્યારે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યું છે.

તારીખ 19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તારીખ 22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

Lok Sabha Election 2024

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ - રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 7.87 કરોડ રોકડ, રૂપિયા 13.02 કરોડની કિંમતનો 4.42 લાખ લીટર જેટલો દારૂ, રૂપિયા 29.16 કરોડની કિંમતનું 59.36 કિલો સોનું અને ચાંદી, રૂપિયા 1.86 કરોડની કિંમતના 718 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂપિયા 44.54 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા 96.45 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણ - c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ એપ પર તારીખ 16/03/2024 થી તારીખ 14/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,058 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

National Grievance Services Portal પર તારીખ 16/03/2024 થી તારીખ 14/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 7,117, મતદાર યાદી સંબંધી 658, મતદાર કાપલી સંબંધી 184 તથા અન્ય 1,781 મળી કુલ 9,740 ફરિયાદો મળી છે.

આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 144 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

આ સાથે કચેરીમાં મીડિયા મારફતે 16 તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો લગત 12, ચૂંટણી પંચ સંબંધી 42 તથા અન્ય 417 મળી કુલ 487 ફરિયાદો મળી છે.

આદર્શ આચારસંહિતા - તારીખ 16/03/2024થી તારીખ 14/04/2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,65,382 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60,872 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અને SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ - લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત First Time Voters માટે કોલેજમાં મતદાન જાગૃતિના કેમ્પ તથા કેમ્પસ ઍમ્બેસેડર્સની નિમણૂંક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડી ખાતે બેઠક, ઇન્ડસ્ટ્રીઝમાં વોટર અવેરનેસ ફોરમ દ્વારા મતદાર જાગૃતિ અને સવેતન રજા અંગેની બેઠક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મતદાન જાગૃતિ માટે MoU તથા સોશિયલ મીડિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઇન્ફ્લુઅન્સર્સ તેમજ આઈકન્સ સાથે સહભાગિતા, સોસાયટી મિટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X