પ્રેમી સાથે શાંતિથી સેક્સ માણવા વાસનામાં લીપ્ત માતાએ બાળકને ઝેર આપ્યું

જ્યોતિ પરમારે ગેસ્ટહાઉસમાં તેના પ્રેમી સાથે મળીને તેના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. જ્યોતિ પરમારે કથિત રીતે બાળકને ભોજનમાં ઝેર આપ્યું હતું. જે બાદ રૂમમાં તેના પ્રેમી સાથે સેક્સ માણ્યું હતું.

અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક 26 વર્ષીય જ્યોતિ પરમારે ગેસ્ટહાઉસમાં તેના પ્રેમી સાથે મળીને તેના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. જ્યોતિ પરમારે કથિત રીતે બાળકને ભોજનમાં ઝેર આપ્યું હતું. જે બાદ રૂમમાં તેના પ્રેમી સાથે સેક્સ માણ્યું હતું.

શહેરકોટડા પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના 6 ઓગસ્ટના રોજ બની હતી. જ્યોતિ પરમારે તેના પુત્ર યુવીને દૂધમાં ઝેર આપ્યું હતું અને તેના બેભાન થવાની રાહ જોતા હતા, જેથી ભૂપેન્દ્ર અને જ્યોતિ શાંતિથી સેક્સ માણી શકે.

Mother poisoned

આરોપી મહિલા જ્યોતિ પરમારે અને તેના પ્રેમી ભૂપેન્દ્ર પરમારે ગેસ્ટહાઉસમાં 4 કલાક માટે રૂમ રાખ્યો હતો, જ્યા પહેલા કલાકમાં જ છોકરાને દૂધમાં ઝેર આપી દીધું હતું. ગેસ્ટહાઉસમાં વિતાવવા માટે વધુ ત્રણ કલાક હતા. તેથી તેમને જમવાનો ઓર્ડર આપ્યો હતો. તેમને રાહ જોઇ રહ્યા કે, બાળક હમણાં જ સૂઈ જાય કે બેભાન થઈ જાય. જે બાદ થોડીવાર વાતો કર્યા બાદ જ્યાતિ અને ભૂપેન્દ્ર પર કામવાસના સવાર થતા સેક્સ માણ્યું હતું. એકવાર બાળક બેભાન થઇ જાય તો પછી ગેસ્ટહાઉસ છોડી દેવાની તેમની યોજના હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન તેમને ગુનાનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં સ્વચ્છતા કાર્યકર તરીકે કામ કરતો હોવાથી તેને વિવિધ ઝેર વિશે જાણકારી હતી. તેથી તે એક દુકાનમાં ગયો અને તેણે દૂધમાં ભળેલું એક ઝેર ખરીદ્યું અને તે બાળકને આપ્યું હતું.

Mother poisoned

જ્યોતિ પરમાર છેલ્લા 8-9 વર્ષથી પાલનપુરના વતની ભૂપેન્દ્ર સાથે કામવાસનાના સંબંધમાં હતી. તેના પતિ અજયને થોડા સમય પહેલા જ તેમના આ વાસનાના સંબંધો વિશે ખબર પડી હતી. જે કારણે બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. જો કે, આ બાદ તેમના વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. જે દરમિયાન જ્યોતિ અને ભૂપેન્દ્રને પોતાની કામવાસના સંતોષવા આડે આવતા તેના 3 વર્ષીય પુત્ર યુવીથી છૂટકારો મેળવવાનો નિર્ણય કર્યો હતો.

Mother poisoned

5 ઓગસ્ટના રોજ યુવીને ભારે તાવ આવી રહ્યો હતો. જ્યોતિને વિચાર આવ્યો કે, જો તે બીમાર હોય ત્યારે બાળકને મારી નાખશે, તો કોઈ તેની કે તેના પ્રેમી પર શંકા કરશે નહીં. જે બાદ જ્યોતિએ ભૂપેન્દ્ર સાથે આ અંગે વાત કરી હતી. ભૂપેન્દ્રએ યુવીને ગેસ્ટહાઉસમાં લઈ આવવા જણાવ્યું હતું, જ્યાં તેમને યુવીને ઝેર આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X