For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 મહિના બાદ અમદાવાદમાં શરૂ થયા મલ્ટીપ્લેક્સ - થિયેટર, ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ શરૂઆત

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી બંધ પડેલ મલ્ટીપ્લેક્સ-થિયેટર હવે ફરીથી શરૂ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી બંધ પડેલ મલ્ટીપ્લેક્સ-થિયેટર હવે ફરીથી શરૂ થઈ ગયા છે. રાજ્યમાં સૌથી મોટા શહેર અમદાવાદમાં આજથી શરૂઆત થઈ છે. સાથે જ ગુજરાતની અન્ય જગ્યાઓ પર પણ મલ્ટીપ્લેક્સ-થિયેટર્સ દર્શકો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાત મહિનાના લાંબા સમય દરમિયાન ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝને લગભગ 800-900 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ હોવાની વાત સામે આવી છે. અમદાવાદમાં 50 જ્યારે ગુજરાતમાં 250થી વધુ મલ્ટીપ્લેક્સ છે.

Multiplex

માહિતી મુજબ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી જારી કરવામાં આવેલ દિશા-નિર્દેશો હેઠળ અનલૉક-5માં મલ્ટીપ્લેક્સ-થિયેટર્સ ગુરુવારથી શરૂ તો થઈ ગયા છે પરંતુ હજુ તેની દર્શક ક્ષમતા ઘણી ઓછી રાખવામાં આવશે. હજુ માત્ર 50 ટકા સીટો પર જ તે ટિકિટ બુક કરી શકે છે. એટલે કે લોકો સીટ પર ગેપ રાખીને બેસાડવામાં આવશે. વળી, ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટનુ માનવુ છે કે કોરોના કાળમાં નવી ફિલ્મો રિલીઝ નથી થઈ રહી જેના કારણે મલ્ટીપ્લેક્સ શરૂ થયા બાદ પણ ઈન્ડસ્ટ્રીને નુકશાન થવાની પૂરી સંભાવના છે.

ઓક્ટોબર, 2020માં આવનારી ફિલ્મોમાં અક્ષય કુમાર અને અજય દેવગણની ફિલ્મોની રિલીઝ ડેટ પણ આવી રહી હતી. મન બેરાગી, ચહેરે, રુહી અફ્ઝાના, નો એન્ટ્રી 2, હસીન દિલરુબા, ધાકડ, તુફાન, રણભૂમિ, સર, હંગામા 2 વગેરે જેવી ફિલ્મો આ મહિને આવવાની છે. ત્યારબાદ આવતા મહિના લક્ષ્મીબૉમ પણ રિલીઝ થઈ શકે છે.

હોસ્પિટલમાં તોડફોડ કરવા બદલ ભાજપના ધારાસભ્યને કોર્ટે કરી સજાહોસ્પિટલમાં તોડફોડ કરવા બદલ ભાજપના ધારાસભ્યને કોર્ટે કરી સજા

English summary
Multiplex and theater open after 7 months of covid-19 in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X