• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના એક ગરબામાં પ્રવેશતા મુસ્લિમ યુવકને બજરંગદળવાળાએ માર્યો, મહિલા પોલિસ તૈનાત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં વિવિધ સ્થળોએ ગરબાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમોમાં હિન્દુ ધર્મના સંગઠનોની ભીડ જોવા મળે છે. તેમણે ચેતવણી આપી છે કે અન્ય ધર્મના લોકોએ ગરબામાં ભાગ લેવો નહિ. અમદાવાદ શહેરના એક ગરબા ગ્રાઉન્ડમાં જ્યારે બજરંગ દળના સભ્યોએ બે મુસ્લિમ યુવકોને જોયા તો તેમને માર મારવામાં આવ્યો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે લોકોનુ ટોળુ એક યુવકને માર મારીને પૂછપરછ કરી રહ્યુ છે. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. જોકે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

મુસ્લિમ યુવકની પિટાઈ

મુસ્લિમ યુવકની પિટાઈ

મુસ્લિમ યુવકને માર મારવાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. સાથે જ ગરબા-ઇવેન્ટ્સમાં મહિલાઓની છેડતી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસના અધિકારીઓએ મહિલા પોલીસને તૈનાત કરી છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. અધિકૃત પ્રવક્તાએ કહ્યુ કે ઈવેન્ટ્સમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવશે.

વાયરલ થયો વીડિયો

વાયરલ થયો વીડિયો

અમદાવાદમાં એસપી રિંગ રોડ પાસે ગરબામાં મુસ્લિમ યુવકને માર મારવાના સવાલ પર વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્ર સિંહે કહ્યુ કે, 'કેટલાક લોકો હિન્દુ યુવતીઓની છેડતી કરવા અને ચોરી કરવા માટે ગરબાના સ્થળોમાં પણ પ્રવેશ કરે છે. તેથી તેને રોકવાની જવાબદારી અમારી છે અને આ માટે અમારી ટીમો ગરબા સ્થળોનુ નિરીક્ષણ કરશે.'

વિહિપ-બજરંગદળનો હોબાળો

વિહિપ-બજરંગદળનો હોબાળો

બજરંગ દળના અધિકારીએ કહ્યુ કે તેમની સરકાર પાસે માંગ છે કે ગરબામાં અન્ય ધર્મના લોકોના પ્રવેશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યુ કે ગત રાત્રે અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાંથી મુસ્લિમ યુવકોને સમજાવીને બહાર કાઢવામાં આવ્યા હતા.

English summary
Muslim youth beaten up by Bajrang Dal in Ahmedabad Garba-pandal, women police deployed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X