For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પ્રસંગ માટે નવી કોરોના ગાઈડલાઈન જાહેર, કરાશે સરપ્રાઈઝ ચેકિંગ, ધરપકડ...

કોરોના વાયરસના વધતા કેસોને પગલે કમુરતા બાદ શરુ થનારા લગ્ન પ્રસંગોમાં પણ કોરોના ગાઈડલાઈનનુ કડકપણે પાલન કરાવવાની જોગવાઈ કરી દેવામાં આવી છે. જાણો નવી ગાઈડલાઈનમાં શું છે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસના વધતા કેસોને પગલે કમુરતા બાદ શરુ થનારા લગ્ન પ્રસંગોમાં પણ કોરોના ગાઈડલાઈનનુ કડકપણે પાલન કરાવવાની જોગવાઈ કરી દેવામાં આવી છે. લગ્નોમાં પણ કર્ફ્યુનો કડક અમલ કરાવવાની પોલિસ કમિશ્નર દ્વારા્ સૂચના આપી દેવામાં આવી છે. વળી, જે ઘરે લગ્ન લીધા હોય ત્યાં જઈને પોલિસ ગાઈડલાઈનનુ પાલન કરવા માટે જણાવશે. આ ઉપરાંત 10 વાગ્યા પહેલા પરિવાર, આમંત્રિતો, કેટરીંગ-ડેકોરેશનવાળા સહિત બધા લોકો ઘરે પહોંચી જાય તે રીતે લગ્નની વિધિ અને જમણવાર પૂરા કરવાના રહેશે.

marriage

તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ બાદ કમુરતા પૂરા થઈ ગયા બાદ લગ્ની સિઝન શરુ થશે. લગ્ન પ્રસંદમાં 400 વ્યક્તિઓને જ બોલાવવા માટેની ગાઈડલાઈન પહેલેથી જાહેર કરવામાં આવી છે. વળી, હાલની કોરોના સ્થિતિને જોતા રાજ્ય સરાકેર કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે. પોલિસ કમિશ્નરની સૂચના મુજબ લગ્ન સમારંભના સ્થળે જઈને વર-કન્યાના પરિવારને કોરોના ગાઈડલાઈન વિશે માહિતગાર કરવાના રહેશે. જો રાતે 10 વાગ્યાપછી લગ્ન કે રિસેપ્શન ચાલુ દેખાશે તો જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામમાં આવશે.

આ ઉપરાંત લગ્ન, રિસેપ્શન કે કોઈ પણ જાહેર કાર્યક્રમ માટે પોલિસની મંજૂરી લેવી ફરજિયાત છે. આ મંજૂરી પોલિસ સ્ટેશનમાં જઈને કે ઓનલાઈન પણ લઈ શકાય છે. જે જગ્યાએ જાહેર કાર્યક્રમમાં પોલિસની મંજૂરી લેવામાં નહિ આવી હોય તેવી જગ્યાએ પણ પોલિસ જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરશે. લગ્ન પ્રસંગના સ્થળે પોલિસ સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટંસિંગ સહિત કોરોના ગાઈડલાઈનનુ પાલન થાય છે કે તે ચેક કરવામાં આવશે.

English summary
New Corona guidelines for Wedding, surprise checking will be done, All you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X