For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધંધુકા કિશન ભરવાડ ચકચારી હત્યા કેસની તપાસમાં હવે NIA પણ જોડાઈ

કિશન ભરવાડ ચકચારી હત્ચા કેસની તપાસમાં હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ) પણ શામેલ થઈ ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્ચા કેસની તપાસમાં હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ) પણ શામેલ થઈ ચૂકી છે. ગુજરાત એંટી ટેરરિસ્ટ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓ દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી.

maulana

એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'અમને આ કેસમાં આતંકવાદી એંગલ મળ્યા પછી UAPAની અરજી કરવામાં આવી હોવાથી NIA અધિકારીઓ તપાસમાં જોડાયા છે પરંતુ સત્તાવાર રીતે તપાસ હાથ ધરી નથી.' એટીએસ અધિકારીએ જણાવ્યુ હતુ કે એનઆઈએ ઉપરાંત કેન્દ્રીય આઈબી પણ કેસની વિગતો લઈ રહી છે કારણકે તેની દિલ્લી સાથે પણ લિંક છે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ સંગઠન સાથે કોઈ લિંક સ્થાપિત થઈ નથી. એવી અફવાઓ છે કે પાકિસ્તાનના અમિક સંગઠનો દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માની અને અમદાવાદ સ્થિત મૌલવી અય્યુબ જવરાવાલા સાથે સંકળાયેલા હતા. જેમણે કથિત રીતે બે મુખ્ય આરોપીઓ શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા પરંતુ પાકિસ્તાનના કોઈ પુરાવા ન મળ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

તમને જણાવી દઈએ કે એટીએસના અધિકારીઓએ કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરી હતી. એટીએસે બુધવારે રાજકોટ સ્થિત પિસ્તોલ સપ્લાયર રમીઝ સેતા પોરબંદર રહેવાસી, મોહમ્મદ હુસેન ખત્રી અને ધંધુકાના મતીન મોદનની ધરપકડ કરી હતી. ત્રણેયનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મોદને ચોપડા અને પઠાણ જ્યારે કિશન ભરવાડની હત્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે તેમને રહેવા, ભોજન અને 8000 રૂપિયા રોકડા આપ્યા હતા તેમ એટીએસના ડીવાયએસપી ચાવડાએ જણાવ્યુ હતુ.

English summary
NIA(National Investigation Agency) joined Kishan Bharwad probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X