હવે અમદાવાદથી મળશે 4 શહેરો માટે ડાયરેક્ટ ફ્લાઈટ, જાણો ભાડું અને ટાઈમટેબલ
flights from Ahmedabad: ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મંગળવારથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી ચાર શહેરો માટે સીધી ફ્લાઈટ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
ઈન્ડિગો એરલાઈન દ્વારા અમદાવાદને ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા સાથે જોડતી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વધુમાં ઈન્ડિગો દ્વારા અમદાવાદ શહેરના એરપોર્ટથી દીમાપુર સુધીની કનેક્ટિંગ ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી છે.
ફ્લાઈટ્સની જાહેરાત કરતા, અમદાવાદ એરપોર્ટે X પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ IndiGo6E સાથે દિમાપુર સાથે વન-સ્ટોપ કનેક્શન સાથે ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા સાથે સીધી અને વધારાની કનેક્ટિવિટી જાહેર કરીને ખુશ છે. પછી ભલે તે કુટુંબ સાથે તમારી શિયાળાની રજાઓનું આયોજન હોય અથવા કામ માટે મુસાફરી કરતા હોય, અમે આશા રાખીએ છીએ કે આ નવી ફ્લાઇટ્સ તમારી મુસાફરીને વધુ અનુકૂળ અને સરળ બનાવશે.
10 ડિસેમ્બરથી ઈન્ડિગોએ અમદાવાદને અનેક શહેરો સાથે જોડતી નવી ફ્લાઈટ શેડ્યૂલ રજૂ કરી છે.

(ફોટો સૌજન્ય - ઈન્ડિગો ટ્વિટર હેન્ડલ)
અમદાવાદ-તિરુવનંતપુરમ ફ્લાઈટ: ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. ફ્લાઇટ અમદાવાદથી સાંજે 4:25 કલાકે ઉપડે છે અને સાંજે 7:05 કલાકે તિરુવનંતપુરમ પહોંચશે.
રિટર્ન ફ્લાઈટ તિરુવનંતપુરમથી સાંજે 7:35 કલાકે ઉપડે છે, જે રાત્રે 9:55 કલાકે અમદાવાદ પહોંચે છે. અમદાવાદ-તિરુવનંતપુરમ ફ્લાઈટ્સ માટે મુસાફરે 5985 રૂપિયા ચુકવવા પડી શકે છે.
અમદાવાદ-ગુવાહાટી ફ્લાઈટ: એક દૈનિક ફ્લાઇટ સવારે 8:30 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI)થી ઉપડશે અને સવારે 11:15 વાગ્યે ગુવાહાટીમાં ઉતરશે.
રિટર્ન ફ્લાઈટ ગુવાહાટીથી સાંજે 4:55 વાગ્યે ઉપડે છે, જે રાત્રે 8:35 વાગ્યે અમદાવાદ પહોંચે છે. અમદાવાદ-ગુવાહાટી ફ્લાઈટ્સ માટે મુસાફરોએ 13173 રૂપિયા ચુકવવા પડશે.
અમદાવાદ-દીમાપુર ફ્લાઈટ્સ (વાયા ગુવાહાટી): અમદાવાદથી ગુવાહાટીને જોડતી સમાન ફ્લાઇટ દીમાપુર સુધી ચાલુ રહેશે. ગુવાહાટીમાં ઉતરાણ કર્યા પછી, તે દીમાપુર માટે બપોરે 1:00 વાગ્યે પ્રસ્થાન કરે છે, બપોરે 2:00 વાગ્યે પહોંચે છે.
રીટર્ન લેગ દીમાપુરથી બપોરે 2:30 પર ઉપડે છે, બપોરે 3:35 પર ગુવાહાટી પરત લેન્ડ થાય છે અને બપોરે 4:55 પર અમદાવાદ જાય છે. અમદાવાદ-દીમાપુર ફ્લાઈટ્સ (વાયા ગુવાહાટી) માં મુસાફરી કરવા માટે 20773 રૂપિયા ચુકવવા પડી શકે છે.
અમદાવાદ-કોચી ફ્લાઈટ: ફ્લાઇટ નંબર 6E 6237 અઠવાડિયામાં ત્રણ દિવસ-મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે. તે અમદાવાદથી સાંજે 4:25 વાગ્યે ઉપડે છે અને સાંજે 6:45 વાગ્યે કોચી પહોંચે છે.
રિટર્ન ફ્લાઈટ, 6E 6238, કોચીથી સાંજે 7:15 વાગ્યે ઉપડે છે અને રાત્રે 9:50 વાગ્યે અમદાવાદ પહોંચે છે. અમદાવાદ-કોચી ફ્લાઈટ્સમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ 20927 રૂપિયા ચુકવવા પડશે.
અમદાવાદ-કોલકાતા ફ્લાઈટ્સ: નવી દૈનિક ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 9:20 વાગ્યે ઉપડશે, કોલકાતા રાત્રે 11:15 વાગ્યે પહોંચશે.
પરત ફ્લાઇટ કોલકાતાથી બપોરે 12:50 વાગ્યે ઉપડે છે અને બપોરે 3:45 વાગ્યે અમદાવાદ પહોંચે છે. અમદાવાદ-કોલકાતા ફ્લાઈટમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ 7481 રૂપિયા ચુકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે, આ ભાડામાં સમય પ્રમાણે ફેરફાર થતા રહે છે. મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરી કરવા માટે વહેલા બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
#AhmedabadAirport is happy to announce direct and additional connectivity to #Guwahati, #Thiruvananthapuram, #Kochi, and #Kolkata along with a one-stop connection to Dimapur with @IndiGo6E! ✈️
— Ahmedabad Airport (@ahmairport) December 10, 2024
Whether it’s planning your winter holidays with family or travelling for work, we hope… pic.twitter.com/sqSAFE8Nve
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા












Click it and Unblock the Notifications
