હવે અમદાવાદથી મળશે તિરુવનંતપુરમની ડાયરેક્ટ ફ્લાઈટ, જાણો ભાડું અને ટાઈમટેબલ
Ahmedabad to Thiruvananthapuram flight Price: ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા 11 ડિસેમ્બર, 2024 થી અમદાવાદ (AMD) અને તિરુવનંતપુરમ (TRV) વચ્ચે નવી સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી રહી છે.
નવો રૂટ અઠવાડિયામાં ચાર વખત ઓપરેટ થશે, જે બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારશે અને મુસાફરીના વિકલ્પોમાં વધારો કરશે.
તિરુવનંતપુરમથી અમદાવાદની સીધી ફ્લાઈટ ફ્લાઈટ નંબર 6E6238 હેઠળ ઓપરેટ થશે.
તિરુવનંતપુરમથી અમદાવાદની સીધી ફ્લાઈટ 19:35 કલાકે ઉપડશે અને 21:55 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર પહોંચશે.
તિરુવનંતપુરમથી અમદાવાદની સીધી ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ ઓપરેટ થશે.
અમદાવાદથી તિરુવનંતપુરમ પરત ફરવા માટે, ફ્લાઇટ 6E6237 SVPI એરપોર્ટથી 16:25 કલાકે ઉપડશે અને 19:05 કલાકે તિરુવનંતપુરમ પહોંચશે. આ ફ્લાઇટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર દિવસોમાં પણ ઓપરેટ થશે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, અમદાવાદથી તિરુવનંતપુરમ ફ્લાઇટની કિંમત હાલ 5986 થી 15151 રૂપિયા જોવા મળી રહી છે.
જેમાં ઇન્ડિગોની ડાયરેક્ટ ફ્લાઈટનું ભાડું 5986 રૂપિયા છે. અમદાવાદથી તિરુવનંતપુરમ પહોંચવા માટે 2 કલાક અને 40 મિનિટનો સમય લે છે.
આ ઉપરાંત તિરુવઅનંતપુરમથી અમદાવાદ આવવા માટેની ફ્લાઈટની કિંમત હાલ 7970 રૂપિયાથી 18776 રૂપિયા સુધીની જોવા મળી રહી છે.
જેમાં ઈન્ડિગોની ફ્લાઈટનું ભાડું 7970 રૂપિયા જોવા મળી રહ્યું છે. તિરુવનંતપુરમ પહોંચવા માટે 2 કલાક અને 25 મિનિટનો સમય લે છે.












Click it and Unblock the Notifications
