અમદાવાદમાં જૈન પરિવારને થયો કડવો અનુભવ! 5 સ્ટાર હોટેલમાંથી મંગાવેલા પાસ્તા નોન-વેજ નીકળ્યું
થોડા દિવસ પહેલા જ રાજકોટના વૈષ્ણવ પરિવારે મેકડોનાલ્ડસમાંથી મંગાવેલા 6 બર્ગરમાંથી 2 બર્ગર નોન-વેજ નીકળ્યા હતા ત્યારે બીજો એક કિસ્સો અમદાવાદથી પ્રકાશમાં આવ્યો છે, જો તમે શાહકારી હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ કોર્ટયાર્ડ મેરિયટમાં આવેલા જાવા કાફેમાં ઘટના બની હતી. મળતી જાણકારી પ્રમાણે કોર્ટિયાર્ડ હોટેલમાં આવેલા જાવા કાફેમાં જૈન પરિવાર પાસ્તા ખાવા માટે પહોંચ્યો હતો.
જાવા કાફેમાં આ પરિવારે વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જો કે, જ્યારે તેમનો ઓર્ડર આવ્યોત્યારે તેમાં ચિકનના ટુકડા નાંખવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જૈન પરિવારના સભ્યે વીડિયો બનાવીને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.

આ વીડિયોમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ લોકો વેજ પાસ્તાને બદલે નોન-વેજ પાસ્તા પીરસીને આપણો ધર્મ ભ્રષ્ટ્ર કરવા માંગે છે. આટલી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં આવી બેદરકારી શી કરી થઈ શકે?
જ્યારે આ અંગે જૈન પરિવારના સભ્યે ફરિયાદ કરી ત્યારે તેણે કહ્યું કે, આ શાકાહારી છે, જો કે મેં જ્યારે પાસ્તા ખાધા ત્યારે મને કંઈ અજીબ લાગ્યું અને તેને ફરીથી આ ઓર્ડર તપાસવા મોકલ્યો, જ્યારે રસોઈયા પાસે ક્રોસ ચેક કર્યું ત્યારે ખબર પડી કે તેમાં ચિકન હતું.












Click it and Unblock the Notifications
