Pm modi Degree Defamation Case : માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટ હાજર થશે કેજરીવાલ-મનિષ, જાણો શું છે સમગ્ર મામલો
Pm modi Degree Defamation Case : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા કેસમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થશે. ગચ મહિને 7 જૂનના રોજ થયેલી સુનાવણીમાં બંને કોર્ટ પહોંચ્યા ન હતા. વકીલે હાજર રહેવામાંથી રાહત આપવા માટે અરજી કરી હતી, જેને સ્વીકારી બંનેને 13 જુલાઇના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વડાપ્રધાન મોદીની ડિગ્રી સાથે જોડાયેલા આ કેસમાં કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલ અને સંજય સિંહ સંસ્થાની પ્રતિષ્ઠા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ જાણે છે કે, વડાપ્રધાન મોદીની ડિગ્રી વેબસાઈટ પર અપલોડ થઈ ચૂકી છે. આમ છતાં બંને નેતાઓ કહી રહ્યા છે કે, યુનિવર્સિટી ડિગ્રી ન બતાવીને સત્ય છુપાવી રહી છે, જ્યારે એવું કંઈ નથી.
15 એપ્રિલના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે AAPના બંને નેતાઓને 23 મેના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેમની સામે આઈપીસીની કલમ 500 (બદનક્ષી) હેઠળ કેસ હોવાનું જણાય છે. બંને નેતાઓ 23 મેના રોજ કોર્ટમાં હાજર થવાના હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. AAPએ દાવો કર્યો હતો કે, કોર્ટ તરફથી કોઈ સમન્સ મળ્યા નથી. આ પછી કોર્ટે ફરીથી સમન્સ જાહેર કરીને 7 જૂનના રોજ હાજર થવા જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચીફ ઈન્ફોર્મેશન કમિશનર (CIC)ના 2016ના આદેશને રદ્દ કર્યો હતો. આ ક્રમમાં પીએમઓના જાહેર માહિતી અધિકારી (પીઆઈઓ) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પીઆઈઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, તેઓ મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો રજૂ કરે.












Click it and Unblock the Notifications
