For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતની આઝાદીના 75માં વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ બૉલિવુડના જાણીતા ગાયક હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યુ. પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઈટ લૉન્ચ કરી.

જૂબીન નોટિયાલ અને હરિહરને આપ્યુ જબરદસ્ત પર્ફોર્મન્સ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં બૉલિવુડ સિંગર હરિહરન તેમજ જૂબીન નોટિયાલ ઉપસ્થિત રહ્યા હતા. જૂબીન નોટિયાલે દાંડી યાત્રા માટે સ્પેશિયલ ગીત ગાયુ હતુ. તમને જણાવી દઈએ કે અમૃત મહોત્સવની ઉજવણી માટે દેશના ખૂણે ખૂણેથી કલાકારો આવ્યા. જેમાં કર્ણાટકથ તેમજ કાશ્મીરથી પણ સંગીતકારોએ પર્ફોર્મન્સ આપ્યુ. ચક દે ઈન્ડિયા જેવા દેશભક્તિ પર ગીતો ગાયા. સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગરબાની પણ રમઝટ અમૃત મહોત્સવમાં જોવા મળી.

સમગ્ર દેશની નજર ગુજરાત પરઃ સીએમ વિજય રૂપાણી

અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યુ કે, આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીંથી આઝાદીની લડતની શરૂઆત કરી હતી. એ જ ભૂમિ પર આજે આઝાદીની ઉજવણી થઈ છે. ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યા છે. દાંડી યાત્રાના 91 વર્ષ પર સમગ્ર દેશ એકજૂટ થઈને લીવ ફોર ધન નેશન બનવા જઈ રહ્યા છે.

આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને હું ધન્ય અનુભવુ છુ

આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને હું ધન્ય અનુભવુ છુ

પીએમ મોદીએ લખ્યુ કે, 'આઝાદીનો અમૃત મહોત્સવ ભારતની સ્વતંત્રતા સંગ્રામને, કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વની ક્ષણને તો યાદ કરશે જ, ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપૂના આશીર્વાદથી આપણે ભારતવાસી પોતાના કર્તવ્યોનુ પાલન કરીને અમૃત મહોત્સવના ઉદ્દેશોને અવશ્ય સિદ્ધ કરીશુ.'

ભારતમાં 24 કલાકમાં સામે આવ્યા 23 હજારથી વધુ કેસભારતમાં 24 કલાકમાં સામે આવ્યા 23 હજારથી વધુ કેસ

PM મોદીએ ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપીPM મોદીએ ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

English summary
PM Modi launches 'Azadi ka Amrit Mahotsav' website at Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X