અમદાવાદ રિવરફ્રંટ પર આપઘાત કરવા આવેલ યુવતિને પોલીસે બચાવી, કાઉન્સિંલિંગ કરી ઘરે મોકલી
અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિ
અમદાવાદ પોલીસે પ્રસંશનિય કામગીરી કરી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર એક યુવતિ આપઘાત કરવા આવી હતી. આ દરમિયાન રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક યુવતિએ આપઘાત કરવાના ઇરાદાથી નદીમાં ઝંપલાવ્યું હતુ. આ જોઇ પોલીસ જવાને જલ્દી પાણીમાં કુદી યુવતિને બહાર કાઢી બચાવી લીધી હતી.

યુવતિની પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે જાતે જ નદીમાં ઝંપલાવ્યું હતુ. પોલીસે યુવતિને સમજાવી હતી કે જીવન અમુલ્ય છે આપઘાત જેવું પગલુ ભરાય નહી. પોલીસે યુવતિને ભવિષ્યમાં પણ આવું પગલું ન ભરવા સમજાવી હતી. આ ઉપરાંત પોલીસે આ યુવતિનુ હકારાત્મક કાઉન્સિલિંગ કરી સહી સલામત તેના ઘરે મોકલી હતી.
આ પણ વાંચો: પીએમ સાથેની મીટિંગમાં સીએમ કેજરીવાલે કરી માંગ- દિલ્હી માટે પણ ચાલે ઓક્સિજન એક્સપ્રેસ












Click it and Unblock the Notifications
