For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ જેવો ઉત્સાહ ગુજરાતના મતદારોમાં પણ જોવા મળી રહ્યો છે : રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ગુજરાતના સહ પ્રભાઇ રાઘવ ચઢ્ઢા રવિવારના રોજ ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમણે મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલના મોડેલ ઓફ ગવર્મેન્ટના વખાણ કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને ગુજરાતના સહ પ્રભાઇ રાઘવ ચઢ્ઢા રવિવારના રોજ ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમણે મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલના મોડેલ ઓફ ગવર્મેન્ટના વખાણ કર્યા હતા.

 Raghav Chadha

તેમણે જણાવ્યું હતું કે, પંજાબના મતદારોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, એવો જ ઉત્સાહ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જનતા હવે બદલાવ ઇચ્છે છે. હવે યુવાનો આ લવ કેજરિવાલ બોલવા માટે તૈયાર છે.

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. હું યુવા પેઢીમાંથી આવું છું અને મારી ઉંમરના તમામ લોકોએ અત્યાર સુધી માત્ર ભાજપનું શાસન જોયું છે. કોંગ્રેસ પાર્ટી તે પરિવર્તન આપી શકે તેમ નથી, કારણ કે, જે પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભાજપને હરાવી શકી નથી તે હવે શું કરી શકશે? એટલા માટે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ ઘણી અપેક્ષાઓ સાથે નઝર માંડીને પરિવર્તનની રાહ જોઇ રહ્યા છે. આ સાથે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, ભાજપથી નારાજ ગુજરાતની જનતા આજે કેજરીવાલની પડખે ઉભી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધી જયંતિના અવસર પર ચઢ્ઢા બાપુના આશીર્વાદ લેવા દાંડી સ્મારક સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ તેમને સુરતમાં વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આપ નેતાએ સુરતમાં હીરાના વેપારીઓ અને કારખાનેદારો સાથે પણ વાતચીત કરી હતી. આવા સમયે રાજ્યના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં રહેશે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શાસિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતમાં યોજાવાની છે. ગુજરાતના યુવાનોને જોડવામાં રાઘવ ચઢ્ઢા વિશેષ ભૂમિકા ભજવશે.

English summary
Punjab like enthusiasm is being seen among the voters of Gujarat too : Raghav Chadha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X