For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમિત શાહ છે હત્યાના આરોપી' વાળા નિવેદન પર રાહુલ ગાંધીને અદાલતમાંથી રાહત

રાહુલ ગાંધીને અમદાવાદની અદાલતે ગુનાહિત માનહાનિના એક કેસમાં હાજરીમાંથી સ્થાયી છૂટ આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાહુલ ગાંધીને અમદાવાદની અદાલતે ગુનાહિત માનહાનિના એક કેસમાં હાજરીમાંથી સ્થાયી છૂટ આપી દીધી છે. માનહાનિનો આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે રાહુલ ગાંધીની ટિપ્પણીનો છે. જેમાં તેમણે શાહને 'હત્યાના આરોપી' ગણાવ્યા હતા. જેના પર ભાજપ દ્વારા રાહુલ સામે માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી રાહુલ ગાંધી અદાલતમાં આ કેસનો સામનો કરી રહ્યા છે.

rahul gandhi

રાહુલ ગાંધીના વકીલે અદાલતમાં પોતાનો પક્ષ મૂકીને હાજરીમાં સ્થાયી છૂટ આપવાની માંગ કરી હતી. જેની પાછળ તેમણે તર્ક આપ્યા હતો કે તે એક રાષ્ટ્રીય રાજકીય પક્ષના નેતા છે અને તેમની અનેક વ્યસ્તતાઓ છે. તે દર વખતે ખુદ અદાલતમાં આવવા માટે અસમર્થ છે. હવે અદાલતે આ અરજીનો સ્વીકાર કર્યો છે. તેની માહિતી આપતા રાહુલના વકીલે કહ્યુ કે, 'મંગળવારે અદાલતમાં અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર બી ઈટાલિયાએ તેમની ક્લાયન્ટને હાજરીમાંથી છૂટ આપવાનો અનુરોધ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે રાહુલને ખુદ અદાલતમાં હાજર થવા નહિ આવવુ પડે.'

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના વકીલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અદાલત પાસે આની છૂટ માંગી હતી. રાહુલ સામે ફરિયાદ કરનાર ભાજપ નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે સ્ટેની માંગ કરી હતી. જેના કારણે અરજી પર સુનાવણીમાં વિલંબ થયો. હવે આ કેસમાં અદાલતે રાહુલ ગાંધીને રાહત આપી છે. કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ગુજરાતમાં સત્તારુઢ ભાજપના નેતા તથા સ્થાનિક મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય છે. બ્રહ્મભટ્ટો રાહુલ ગાંધી દ્વારા ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશના જબલપુરન એક સભામાં અમિત શાહને હત્યાના આરોપી કહેવા પર રાહુલ સામે કેસ નોંધાવ્યો હતો. ત્યારે રાહુલને અદાલતમાં હાજર થઈને જામીન લેવા પડ્યા હતા.

માહિતી મુજબ હજુ ગુજરાતની બે અન્ય અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિ સંબંધી બે અન્ય કેસ ચાલી રહ્યા છે. કથિત રીતે 'બધા મોદી ચોર છે' કહેવા પર તેમની સામે ભાજપના નેતા પૂર્ણશ મોદીએ સુરતમાં કેસ નોંધાવ્યો હતો. જ્યારે પહેલા નોટબંધી બાદ અમદાવાદ સહકારી બેંક પર 750 કરોડ રૂપિયાની જૂની નોટ બદલવાનો આરોપ લગાવવા પર બેંક અધ્યક્ષ અજય પટેલે પણ અમદાવાદની એક અન્ય અદાલતમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. શાહ આ બેંકના નિર્દેશકોમાંના એક હતા. આ કેસમાં હાજરીથી છૂટની અરજી પર અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

દિલ્લી આજે પણ પ્રદૂષણથી ત્રસ્ત, 4 એરિયામાં AQI 300ને પારદિલ્લી આજે પણ પ્રદૂષણથી ત્રસ્ત, 4 એરિયામાં AQI 300ને પાર

English summary
Rahul Gandhi gets relief from Ahmedabad court in defamation case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X