અમદાવાદમાં બપોરે નહીં જોવા મળે રેડ સિગ્નલ, ગરમીના કારણે લેવાયો નિર્ણય
Ahmedabad: ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અમદાવાદ શહેરના 100 જેટલા ટ્રાફિક જંકશન પરના રેડ સિગ્નલો બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી નિષ્ક્રિય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પગલાનો ઉદ્દેશ્ય મુસાફરોને રાહત આપવાનો છે, અને આ નિર્યણને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, અને અત્યારથી જ કાળજાળ ગરમી જોવા મળી રહી છે.
ટ્રાફિક પોલીસના JCP એન એન ચૌધરીના જણાવ્યા અનુસાર, જ્યારે લાલ સિગ્નલ બંધ રહેશે, ત્યારે પીળા બ્લિંકર કાર્યરત રહેશે. બપોરે 12 થી સાંજના 4 કલાકે દરમિયાન ટ્રાફિકની ભીડનું સંચાલન કરવા માટે આ જંક્શનો પર ટ્રાફિક કર્મચારીઓ તૈનાત રહેશે.

ટ્રાફિક પોલીસના JCP એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેશનને રોકવા માટે નાગરિકો અને ટ્રાફિક કર્મચારીઓને ORS પીણાં આપવામાં આવશે.
અમદાવાદ શહેરમાં લગભગ 305 ટ્રાફિક સિગ્નલ છે, જેમાંના અંદાજે 200 પર ભારે ટ્રાફિક હોય છે. આ સિગ્નલો હજુ પણ સક્રિય રહેશે, પરંતુ પ્રવાસીઓને રાહત આપવા માટે ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
