For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણા

શ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણા

|
Google Oneindia Gujarati News

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3 વાગ્યે ભીષણ આગ લાગી હતી, ઘટનાને પગલે 8 જેટલા દર્દીઓના દુખદ મૃત્યુ થયાં છે. આ મામલે સંતોષજનક માહિતી ના મળતાં દર્દીઓના પરિજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઈએ કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી આ શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી.

આગ બાદ બ્લાસ્ટ થયો હતો

આગ બાદ બ્લાસ્ટ થયો હતો

કયા કારણસર આગ લાગી તે હજી જાણી શકાયું નથી. પહેલી સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. શ્રેય હોસ્પિટલના વોર્ડ બૉય ચિરાગ પટેલે જણાવ્યું કે આગ લાગ્યાના તરત બાદ બ્લાસ્ટ થયો હતો. મૃત્યુ પામનાર 8 દર્દીઓમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. અન્ય દર્દીઓને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિજનોને સહાયની ઘોષણા કરી

સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિજનોને સહાયની ઘોષણા કરી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિજનોને આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મૃત્યુ પામનારના સગાઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવવશે. આ ઉપરાંત દુર્ઘટના દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓને 50 હજારની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પણ સહાય જાહેર કરી

પીએમ મોદીએ પણ સહાય જાહેર કરી

જણાવી દઈએ કે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરુ છુ. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોને જલ્દી સાજા થવાની હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ. સ્થિતિ વિશે સીએમ વિજય રૂપાણી અને મેયર બીજલ પટેલ સાથે વાત કરી છે. પીડિત લોકોને પ્રશાસન દરેક સંભવ મદદ આપી રહ્યુ છે.' પ્રધાનમંત્રી રાહત કોષણાંથી મૃતકોના સગાઓને 2 લાખ અને ઘાયલોને 50 હજારની રાહતનું એલાન કર્યું છે.

આ પણ વાંચો-

English summary
Shreya Hospital tragedy: CM Rupani announces Rs 4 lakh aid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X