Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો કરાવ્યો આરંભ

Surya Namaskar Competition 2023-24: અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તેમણે ભાગ્યશાળી ગણાવ્યા હતા.

Surya Namaskar Competition 2023-24

રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના દિવસે ગુજરાતના 13748 ગામડાઓ, નગરપાલિકાના 1113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 853385 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે, અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને 2024ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.

સ્પર્ધા દરમિયાન 15 લાખથી વધુ લોકોની સામેલગીરીને ઐતિહાસિક ગણાવી મંત્રીએ જણાવ્યું કે, યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. ત્યારે બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે.

રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના અવસરે યોગબોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીએ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દૈનિક ધોરણે યોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ૧૫ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે. જે આનંદની વાત છે. આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે.

આજના કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, સંસ્કારધામના કેમ્પસ ડિરેકટર મનીષ ઝાલા, યોગબોર્ડના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂપિયા 250000, દ્રિતીય ભાઇ અને બહેનને રૂપિયા 175000 અને તૃતિય ભાઇ અને બહેનને રૂપિયા 100000 રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટિશિપન્ટને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા સમગ્ર વિશ્વના નાગરિકોની આરોગ્ય સુખાકારીના ઉમદા હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂરી મળતા સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X