અમદાવાદ એરપોર્ટ પર હવે આ લોકોએ પાર્કિંગ ચાર્જમાં વધારે રૂપિયા ચુકવવા પડશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર હવે પાર્કિંગ ચાર્જ રોકડમાં ચૂકવનારા મુલાકાતીઓને વધુ પૈસા ચૂકવવા પડશે. એરપોર્ટ પ્રશાસને રોકડથી ચુકવણી કરનારા વાહનચાલકો માટે પાર્કિંગમાં વધારાનો 100નો ચાર્જ દાખલ કર્યો છે.

આ નિર્ણયથી મુસાફરોને મૂકી જવા કે લેવા આવતા લોકોમાં મૂંઝવણ અને નારાજગી જોવા મળી રહી છે. જો કે, એરપોર્ટ સત્તાવાળાઓ દાવો છે કે આ પગલું ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને કાર્યક્ષમતા સુધારવા માટે લેવામાં આવ્યું છે.
શહેરનું આ એરપોર્ટ હાલમાં દરરોજ 250થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જેમાં દરરોજ 35,000થી વધુ મુસાફરોની અવરજવર થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવરને કારણે કાર્યક્ષમતા જાળવવી પડકારજનક બની રહે છે.
વર્તમાન નિયમો મુજબ, ટુ-વ્હીલર માટે 30 મિનિટના 50 અને કાર માટે પ્રતિ કલાક 150નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે, જે સામાન્ય રીતે ડિજિટલ માધ્યમથી લેવાય છે. હવે સુધારેલી સિસ્ટમ હેઠળ, રોકડ ચુકવણી ટુ-વ્હીલર માટે 150 અને કાર માટે 250નો ચાર્જ લાગુ પડશે. એરપોર્ટે ચુકવણી કાઉન્ટરો પર નવી નીતિ અંગેની સૂચનાઓ પ્રદર્શિત કરી છે.
કેટલાક મુલાકાતીઓએ આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેની ટીકા કરી છે. જો કે, એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે રોકડ વ્યવહારોમાં વધુ સમય લાગે છે અને ઝડપી કામગીરી તેમજ કેશલેસ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ રજૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
