કાળઝાળ ગરમીની હવે થશે શરૂઆત, હવામાન વિભાગે યલૉ એલર્ટ સાથે જારી કરી આગાહી.

રાજ્યમાં હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. હાલ સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. આ સાથે જ અનેક જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ તરફ તાપમાન વધતા ગરમીમાં વધારો થશે.

જો વાત કરીએ અમદાવાદ શહેરમાં તપામાનની તો, અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વતાવરાન સૂકું રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આ તરફ આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફુંકાયા છે.

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે.

summerprediction

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. માર્ચની શરૂઆતમાં હવામાન ફરી બદલાવાની ધારણા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

જેના કારણે રાજ્યમાં બેવડું હવામાન રહેશે. આ સાથે રાજ્યમાં હવામાન હવે ધીમે ધીમે ગરમ થવા લાગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X