અમદાવાદ પોલીસમાં 10 ઈન્સ્પેક્ટર અને 56 સબ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કારણ
અમદાવાદ સમાચાર: અમદાવાદ શહેર પોલીસ કે જે ગુજરાત પોલીસ હેઠળ કાર્ય કરે છે, તેમના દ્વારા આજ રોજ વહીવટી કારણોસર અમદાવાદ શહેરમાં 10 પોલીસ ઈન્સ્પેક્ટર અને 56 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની અલગ અલગ પોસ્ટ પર બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરની વિગતો નીચેની તસવીરોમાં રજૂ કરવામાં આવી છે. આ સાથે તમે 10 PI અને 56 PSIના નામ પણ વાંચી શકો છો.

ઉલ્લેખનીય છે કે, આ બદલી સ્પા અને હોટલની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપાર સામે કડક કાર્યવાહી કરવામાં માટે ગૃહ રાજ્યમંત્રીની સૂચના બાદ કરવામાં આવી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં સમગ્ર રાજ્યમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 એફઆઈઆર નોંધવામાં આવી છે.

152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટર્સ તથા હોટલોના લાયસન્સ રદ્દ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













Click it and Unblock the Notifications
