ખેડૂતો પર માવઠાનો માર - ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી
Unseasonal rain forecast: ભારતના હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 8મ જાન્યુઆરીથી 11 જાન્યુઆરીના રોજ સવારે 8:30 કલાક સુધી છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવો વરસાદ થવાની ધારણા છે.
IMDના તાજેતરના બુલેટિન મુજબ, 8 જાન્યુઆરીએ નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દમણ અને દીવમાં જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
9 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

10 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ત્રણ દિવસ સુધી રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. જે પછીના બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોથા દિવસે એટલે કે, 8 જાન્યુઆરીના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાશે. તથા નવસારી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં સામાન્ય વરસાદ થશે. 9 જાન્યુઆરીના રોજ પણ માવઠાની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ પણ સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. 10 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.
શિળાયામાં વરસાદ થવા અંગે જણાવ્યુ હતું કે, અરબી સમુદ્રમાં એક ટ્રફ બની રહ્યુ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જે કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, નવેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો.












Click it and Unblock the Notifications
