વીર બાલ દિવસ: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કર્યા
Veer Bal Divas: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહિદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ ઊજવવામાં આવે છે.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, સ્થાનિક ધારાસભ્યોમાં અમિત ઠાકર, અમિત શાહ, હર્ષદ પટેલ, જિતેન્દ્રભાઇ પટેલ, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
