PM મોદીએ કર્યું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

VGGS 2024 - Vibrant Gujarat Global Trade Exhibition: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ સંધ્યાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ફેર 2024નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પહેલા વડાપ્રધાન અનેક વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વાહન ઉત્પાદન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં બુધવારથી શરૂ થઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના એક દિવસ પહેલા વડાપ્રધાન સુઝુકી મોટર કોર્પ, માઇક્રોન ટેક્નોલોજી અને એપી મોલરના ટોચના અધિકારીઓને મળ્યા હતા.

Vibrant Gujarat Global Trade Exhibition

આ દરમિયાન ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ અને રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક અર્થતંત્રને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવાના આશયથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા યોજાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને તેને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X