Western Railways: રક્ષાબંધન માટે બાંદ્રાથી જયપુર અને અમદાવાદ માટે બે વિશેષ ટ્રેન દોડશે

Western Railways: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટના રોજ ઉજવાશે છે. અપેક્ષા મુજબ, પશ્ચિમ રેલવે દ્વારા બે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે, સુરત સ્ટેશન પર 5 મિનિટના હોલ્ટ સાથે આ ટ્રેન ઓપરેટ થશે.

રેલવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. કારણ કે, નિયમિત ટ્રેનો રક્ષાબંધન માટે સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. આ સ્પેશિયલ ટ્રેનો શરૂ થવાથી બહેનો માટે આ ખાસ અવસર પર તેમના ભાઈઓને રાખડી બાંધવા અને મુસાફરી કરવાનું સરળ બનશે.

ટ્રેન નંબર 09053, બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ, 14મી ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. તે સુરત સ્ટેશને સવારે 1.38 વાગ્યે અને અમદાવાદ સવારે 5:30 વાગ્યે પહોંચશે.

Western Railways

પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, 15મી ઓગસ્ટના રોજ સવારે 8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશે.

સુરત બપોરે 1:25 વાગ્યે પહોંચશે અને સાંજે 5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને ગરતપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેન નંબર 09037, બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસથી 15મી ઓગસ્ટે રાત્રે 9:40 વાગ્યે ઉપડશે અને સવારે 1:45 વાગ્યે સુરત પહોંચશે.

ટ્રેન બીજા દિવસે સાંજે 4:00 વાગ્યે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09038, જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જયપુરથી 16મી ઓગસ્ટના રોજ સાંજે 7:00 વાગ્યે ઉપડશે.

બીજા દિવસે સવારે 8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે 1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે.

મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા અને સવાઈ માધોપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X