અમેરિકામાં મોદીના ગુણગાન કરશે મૌલાના લુકમાન

નવી દિલ્હી, 24 ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી ભલે અમેરિકા ના જઇ શકે પરંતુ ગુજરાતમાં વિકાસ અને ભાઇચારની સચ્ચાઇ અમેરિકામાં જરૂર સંભળાશે. આ સંદેશ લઇને અમેરિકા જઇ રહેલા મૌલાના ઇમામ લુકમાન તારાપુરી જે ગુજરાતના આણંદ જામા મસ્જિદના ઇમામ અને ભારતીય ઇમામ સંગઠનના ગુજરાત એકમના અધ્યક્ષ છે.

તારાપુરી ગ્લોબલ ગુજરાત કોંફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે જે અમેરિકામાં 30 ઓગષ્ટથી 03 સપ્ટેમ્બર સુધી યોજાનારી છે. જતા પહેલાં ઇમામે કહ્યું હતું કે તે અમેરિકામાં જઇને ગુજરાતના વિકાસ સાથે-સાથે ગુજરાતના મુસલમાનોની સાચી પરિસ્થિતી રજૂ કરી હતી. ઇમામ લુકમાને જણાવ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુસલમાનોએ પોતાનો વેપાર અને વ્યવસાયમાં આર્થિક અને સામાજિક વિકાસ કર્યો છે. આજે કેટલાક લોકો દેશના અન્ય રાજ્યોમાં ગુજરાતના મુસલમાનોને પરેશાન કરે છે, દબાણમાં છે, નકારાત્મક વાતો ફેલાવે છે. તેનું ખંડન કરતાં તે અમેરિકાની આ કોંફરન્સમાં જઇને ગુજરાતના મુસલમાનોની હકિકત રજૂ કરશે.

modi-imam

તેમને કહ્યું હતું કે રમખાણો ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ અન્ય રાજ્યો પણ થયા છે. ઉત્તર પ્રદેશ અને આસામમાં પણ થયા છે તો પછી ત્યાંની સરકારોને જવાબદાર કેમ ગણાવવામાં આવતી નથી ફક્ત નરેન્દ્ર મોદીને જ ગુજરાતના રમખાણો માટે જવાબદાર કેમ ગણાવવા તે યોગ્ય નથી. જો તે દોષી છે તો ન્યાયતંત્ર તેમને દોષી ગણાવશે પરંતુ કેટલાક લોકો ઇચ્છે છે કે દેશમાં લોકો વચ્ચે નફરતની દિવાલ બનેલી રહે. આજે જો નરેન્દ્ર મોદી દરેક સમાજને સાથે લઇને ચાલવાની વાત કરી રહ્યાં છે તો તેમાં ખોટું શું છે આ તો સારી વાત છે.

મોલાના ઇમામ લુકમાને કહ્યું હતું કે અમે એવું નથી કહેતા કે મુસલમાનો 2002ના રમખાણોને ભૂલી જાય. મુસલમાન તે રમખાણોને યાદ રાખે છે તો પછી આઝાદી પછી આજ સુધીના તમામ રમખાણોને યાદ રાખવા જોઇએ. જો આઝાદી પછીના રમખાણોને ભૂલી ગયા છે તો પછી 2002ના રમખાણોને ભૂલી જવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X