બોર્ડ નિગમના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે બાંયો ચઢાવી

બોર્ડ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી

રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા નિગમ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને વેર હાઉસિંગ કોર્પોરેશનના કર્મચારીઓ, નગરપાલિકાઓના કર્મચારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બોર્ડ,નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારની અન્યાયકારી નીતિઓના વિરોધમાં દેખાવો અને પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય બોડૅ-નિગમ કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આ આ આંદોલન કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને કરી રજૂઆત

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને કરી રજૂઆત

કર્મચારીઓએ રાજય સરકારને પડતર માઞણીઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ પણ કર્મચારીઓ પ્રત્યેની અન્યાયકારી અને ભેદભાવભરી નીતિઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી આ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવો કર્મચારી મહામંડળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી અને નાણાંમંત્રી દ્વારા પડતર તમામ માંગણીઓ અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે નહીતો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવેલ બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના તમામ કર્મચારીઓ ગાંધીનગર ખાતે મળીને જલદ કાર્યક્રમ કરશે અને તમામ કર્મચારીઓની મોટી રેલી ગાંધીનગર ખાતે કાઢી રાજ્ય સરકાર સામે જલદ કાર્યક્રમ યોજવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટેની ચિમકી પણ ઉચ્ચારી હતી.

બોર્ડ નિગમના કર્મચારીઓની પડતર માગણીઓ

બોર્ડ નિગમના કર્મચારીઓની પડતર માગણીઓ

બોર્ડ-નિગમ, નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણી તમામ લાભો રાજ્ય સરકારના કર્મચારીઓ મુજબ જ આપવામાં આવે. જેવા કે સાતમાં પગાર પંચના ૧૯ માસના પગારનો તફાવત અને અન્ય ભથ્થા સહિતના લાભો આપવામાં આવે.

    નિયમિત મહેકમની ખાલી જગ્યાઓ પર વર્ષોથી રોજમદાર તરીકે ફરજો બજાવતા તમામ રોજમદારો સહિતનાને તાત્કાલિક અસરથી કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે.

      એકમાત્ર નગર પાલિકાઓમાં જ મહેકમમાં ૪૮% ની મહેકમ ખર્ચની મર્યાદા રાખવામાં આવેલ છે. જેમાં જે નગરપાલિકા માં ૪૮% ઉપર મહેકમ ખર્ચ થાય તો તે નગર પાલિકાઓના કોઈપણ કર્મચારીઓને સરકાર દ્વારા કોઈ જ લાભ મળે નહીં. તો, ૪૮% ની મહેકમ ખર્ચની મર્યાદા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

        બોર્ડ-નિગમોમાં, નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં કામગીરી કરતા બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના કર્મચારીઓ જ્યા ફરજો બજાવે છે તે સ્થળો પર રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે.

          આઉટ સોર્સિંગ કર્મચારીઓ બંધ કરવા માંગ

          આઉટ સોર્સિંગ કર્મચારીઓ બંધ કરવા માંગ

          આઉટસોર્સિંગ પ્રથા બોર્ડ-નિગમ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાંથી તાત્કાલિક અસરથી સદંતર બંધ કરવામાં આવે અને તેવી ખાલી જગ્યાઓ પર ફરજો બજાવતા રોજમદારો (સફાઈકામદારો) સહિતનાને કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે.

            પાંચમા, છઠા પગાર ધોરણ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાઓના પરિપત્રો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કરવામાં આવેલ નથી. જેનો તાત્કાલિક અમલ કરવામાં આવે. મેડિકલ સારવાર અંગેનો ખર્ચ રાજ્ય સરકારના ધારાસભ્યો અને કર્મચારીઓને જે મુજબ આપવામાં આવે છે તે મુજબ બોર્ડ-નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકાઓના કર્મચારીઓને લાગુ કરવામાં આવે.

              રહેમરાહે નોકરીની પ્રથા ફરીથી ચાલુ કરવા માંગ

              રહેમરાહે નોકરીની પ્રથા ફરીથી ચાલુ કરવા માંગ

              વર્ગ-૩ તથા ૪ ના કર્મચારીના આકસ્મીક અવસાનના કિસ્સામાં રહેમરાહે નોકરી આપવામાં આવતી હતી જે તાત્કાલિક અસરથી ચાલુ કરીને અમલવારી કરવામાં આવે. બોર્ડ-નિગમ, નગર પાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ જેમ પેંશનના લાભો આપવામાં આવે. નગરપાલિકાઓના સફાઈ કામદારોને સ્ટાફ ક્વાર્ટર બનાવી ફાળવવામાં આવે. નગરપાલિકાઓના સફાઈકામદારો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે.
              રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા તેમના પડતર પ્રશ્નોના નિવારણ માટે સરકારને યોગ્ય નિવેડો લાવવાની કે જલદ કાર્યક્રમ આપવાની ચિમકી આપી છે.

                  Notifications
                  Settings
                  Clear Notifications
                  Notifications
                  Use the toggle to switch on notifications
                  • Block for 8 hours
                  • Block for 12 hours
                  • Block for 24 hours
                  • Don't block
                  Gender
                  Select your Gender
                  • Male
                  • Female
                  • Others
                  Age
                  Select your Age Range
                  • Under 18
                  • 18 to 25
                  • 26 to 35
                  • 36 to 45
                  • 45 to 55
                  • 55+
                  loader
                  X