માથેથી ઓઢણી શું ખસકી, પિતાએ 4 વર્ષની દીકરીનું માથું જ ફોડી દીધું!
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક નિર્મમ બાપે તેની 4 વર્ષની માસૂમ બાળકીને પટકી-પટકીને મારી નાખી. જે પાછળનું કારણ સાંભળશો ને તો તમને તે નિર્મમ બાપની હેવાનિયતનો ખ્યાલ આવશે. સગ્ગા બાપે તેની ફૂલ જેવી 4 વર્ષની દિકરીનું માથું એટલા માટે પછાડી પછાડીને ફોડી નાંખ્યું કારણ કે તે ચાર વર્ષની દિકરીના માથેથી તેની ઓઢણી ખસકી ગઇ હતી.
બરેલીના ભોજીપુરા ગામના મોહમ્મદ જાફર નામના વ્યક્તિએ આ જગન્ય કૃત્ય તેની ચાર વર્ષની બાળકી સાથે કર્યું. ચાર વર્ષની ફરહીન જ્યારે તેની માં નઇમ બાનો પાસે ખાવાનું લેવા ગઇ ત્યારે તેના માથા ઓઢણી પડી ગઇ. જેને દેખીને તેનો બાપ પોતાનો આપો ગુમાવી બેઠો અને તે છોકરી માથુ પટકી પટકી તેને મોતને ધાટ ઉતારી દીધી.

માસૂમ બાળકી કેટલાય કલાકો સુધી બૂમો પાડતી રહી. મદદ માટે અવાજ લગાવતી રહી પણ તેને બચાવવા કોઇ ના આવ્યું. એટલું જ નહીં તેના પિતા તો તેને ઘરના રસોડાની બાજુમાં જ કબર ખોદી દફનાવી રહ્યો હતો. પણ તેની માતા આજુબાજુ વાળા જાણકારી આપી અને તે લોકોએ પોલિસને બોલાવી.
પોલિસે ધટનાસ્થળે પહોંચી હાલ તો તે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. પોલિસનું પણ માનવું છે કે જાફર કદાચ માનસિક રોગી હોઇ શકે. જો કે પોલિસે હાલ તો એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ તે આવીને ઊભો રહે છે કે ચાર વર્ષની તે માસૂમ બાળકીનો ખરેખરમાં વાંક શું હતો?












Click it and Unblock the Notifications
