ICC Rankings : રોહિત-કોહલીનો સપાટો, ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યા
આઈસીસીએ બુધવાર 10 ડિસેમ્બર 2025 ના રોજ જાહેર કરેલી નવીનતમ વનડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની શ્રેણીમાં શાનદાર દેખાવ બાદ રોહિત શર્મા (781 પોઈન્ટ્સ) પ્રથમ સ્થાને છે, જ્યારે વિરાટ કોહલી (773 પોઈન્ટ્સ) બીજા ક્રમે પહોંચી ગયા છે, જેનાથી ક્રિકેટ જગતમાં તેમની ચર્ચા છેડાઈ છે.

આફ્રિકા શ્રેણીમાં સતત રન બનાવ્યા બાદ વિરાટ કોહલીએ બે સ્થાનનો ઉછાળો મેળવી ડેરીલ મિચેલ અને ઇબ્રાહિમ ઝાદરાનને પાછળ છોડ્યા હતા. રોહિત અને કોહલી વચ્ચે બહુ ઓછો પોઈન્ટ તફાવત છે, જે સૂચવે છે કે આગામી શ્રેણીમાં કોહલી ટોચના સ્થાને પહોંચી શકે છે.
શુભમન ગિલ પાંચમા સ્થાને યથાવત છે, પરંતુ શ્રેયસ ઐય્યર એક સ્થાન નીચે સરકી દસમા ક્રમે પહોંચતા તેને નુકસાન થયું છે. વનડે બોલિંગ રેન્કિંગમાં કુલદીપ યાદવને ત્રણ સ્થાનનો મોટો ફાયદો થયો છે, તેઓ ત્રીજા સ્થાને પહોંચ્યો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બોલિંગમાં પ્રથમ સ્થાને ટકી રહ્યો છે.
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બે સ્થાન નીચે સરકીને 16મા ક્રમે પહોંચ્યા છે. ટી20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા મજબૂત રીતે પ્રથમ સ્થાન પર છે. જો કે, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેને એક-એક સ્થાનનું નુકસાન થયું છે.
તિલક વર્મા હવે છઠ્ઠા સ્થાને જ્યારે સૂર્યકુમાર યાદવ દસમા સ્થાને છે. ટી20 બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આમ આઈસીસી રેન્કિંગ્સમાં ભારતીય ક્રિકેટરોનું પ્રદર્શન વનડે અને ટી20 બંને ફોર્મેટમાં મિશ્ર રહ્યું છે.












Click it and Unblock the Notifications
