For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા પાસપોર્ટમાં થઇ શકે છે આ ફેરફારો, શું તમને ખબર છે?

જો તમે પાસપોર્ટ ન બનાવડાવ્યો હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે હવે તમે જ્યારે પાસપોર્ટ બનાવશો ત્યારે તમારા હાથમાં બાયોમેટ્રિક માહિતીથી સજ્જ ઇ-પાસપોર્ટ આવશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જો તમે પાસપોર્ટ ન બનાવડાવ્યો હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે હવે તમે જ્યારે પાસપોર્ટ બનાવશો ત્યારે તમારા હાથમાં બાયોમેટ્રિક માહિતીથી સજ્જ ઇ-પાસપોર્ટ આવશે. કેન્દ્ર સરકાર ઇ-પાસપોર્ટ બનાવવાનો વિચાર કરી રહી છે. ઇટીની ખબરો અનુસાર કેન્દ્ર સરકાર પાસપોર્ટ જેવા દસ્તાવેજને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા ઇ-પાસપોર્ટ બહાર પાડશે.

passport

ઇટીએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે, ઇ-પાસપોર્ટ લોકોની જાણકારીને સુરક્ષિત રાખશે. ઇ-પાસપોર્ટમાં એક ચિપ હશે, આ ચિપમાં એ તમામ સૂચનાઓ રહેશે જે પાસપોર્ટના ડેટા પેજ પર હોય છે. ઇ-પાસપોર્ટને કારણે ઇમિગ્રેશન અધિકારીઓને દગાબાજો અને છેતરપિંડી કરનારાઓને પકડવામાં તથા પાસપોર્ટના દુરુપયોગને અટકાવવામાં મદદ મળશે. આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે વિદેશ મંત્રાલય ઇ-પાસપોર્ટ બાદ ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરી શકે છે, જેને મોબાઇલમાં પણ રાખી શકાશે.

સંસદના શિયાળુ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહે એક સવાલના જવાબમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે નાસિકના ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં ઇ-પાસપોર્ટ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક કૉન્ટેક્ટલેસ ઇનલેજસની ખરીદીને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બનાવટી પાસપોર્ટની સમસ્યા નિવારવા માટે વિદેશ મંત્રાલય દેશભરના પાસપોર્ટ સેન્ટર્સને ભારતીય ડિપ્લોમેટ મિશન સાથે જોડી શકાય, એવી સિસ્ટમ બનાવવાના કામે લાગ્યું છે.

English summary
Forget old passport, now government is going to introduce e passports with high security features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X