ગુજરાત ચૂંટણી: કેશુભાઇ પટેલની પાર્ટી બધી સીટો પર ચૂંટણી લડશે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

keshubapa
વડોદરા, 28 ઑક્ટોબર: ભાજપથી અલગ થયા પછી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવનાર કેશુભાઇ પટેલે શનિવારે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બધી 182 સીટો પરથી ઉમેદવાર ઉતારશે.

કેશુભાઇ પટેલે કહ્યું હતું કે ગુજરાત પરિવર્તન પાર્ટી સંસદીય દળની બેઠક 31 ઑક્ટોબર બાદ થશે અને પરિસ્થિતીની ચર્ચા કર્યા બાદ ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપવામાં આવશે. મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓનો પ્રવાસ કર્યા બાદ તેમની યાત્રા વડોદરા પહોંચી હતી.

કેશુભાઇ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ કંટાળી ગયા હોવાથી તે અત્યારે અમારી પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે. ચૂંટણી કમિશન દ્રારા મંગળવારે ચૂંટણી પ્રતિક આપવામાં આવશે.

મને આશા છે કે અમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવીશું અને નવી સરકાર રચીશું. ઉત્તરપ્રદેશમાં માયાવતીની જેવી હાલત થઇ હતી તેવી ગુજરાતમાં નરેન્દ્ર મોદીની હાલત થશે. છ મહિનાની અંદર અમારી પાર્ટીમાં 15 લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાયા છે.

કેશુભાઇ પટેલે કહ્યું હતું કે ગુજરાત પરિવર્તન યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેનાથી હું ખુશ છું. 31 ઑક્ટોબરે લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિએ યાત્રાનું સમાપાન કરીશું.

English summary
The Gujarat Parivartan Party (GPP), floated by BJP rebel Keshubhai Patel, today said it would field its candidates on all the 182 constituencies of Gujarat in the upcoming Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X