સહારા સમય- CNX સર્વે મુજબ ગુજરાતમાં કોણ જીતશે જાણો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી હવે અલગ અલગ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. જો કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જીતની વાત કરવામાં આવી છે. ત્યારે સહારા સમય અને સીએનએક્સ સર્વે દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ ભાજપને આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 110-120 સીટ મળશે. ત્યારે કોંગ્રેસને 65-70 બેઠકો મળવાની સંભાવના છે. આ સિવાય અન્ય પક્ષોને પણ બે જેવી બેઠક પર જીત મળવાની સંભાવના છે. આ સર્વે મુજબ ફરી એક વાર મોદીનો જાદુ ગુજરાતમાં છવાયેલો રહે અને ભાજપની સત્તા રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

bjp

નોંધનીય છે કે ગુરુવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનમાં 14 જિલ્લાઓની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યરૂપે પૂર્વી અને મધ્ય ગુજરાતના જિલ્લાઓએ આ બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. આ મતદાનમાં કુલ 851 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. જો કે તે વાત પણ ભૂલવી ના જોઇએ કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઇ શરૂ થશે. જેના પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે સહારા સમયના આ એક્ઝિટ પોલ મુજબ ભાજપને ફરી એક વાર ગુજરાતમાં રાજ કરવા મળશે તેમ મનાઇ રહ્યું છે.

English summary
Gujarat Exit poll: BJP to get 110-120 seats, says Sahara Samay-CNX survey.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.