Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારનો દાવો- 1 દિવસમાં ગુજરાતમાં સવા 2 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સીન, અત્યાર સુધી અપાયાદોઢ કરોડથી વધુ

ગુજરાત સરકારનો દાવો છે કે અહીં રોજ વધુને વધુ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદઃ એક તરફ જ્યાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્લી જેવા અમુક રાજ્યોએ 18+ વાળાને વેક્સીનના ડોઝ લગાવવા પર રોક લગાવી દીધી છે. ત્યાં બીજી તરફ ગુજરાત સરકારનો દાવો છે કે અહીં રોજ વધુને વધુ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે મંગળવારે એક જ દિવસમાં 228810 લોકોને પહેલા અને બીજા ડોઝ રૂપે વેક્સીન આપવામાં આવી. આ દાવો આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યો

અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યો

ગુજરાત સરકારના જણાવ્યા મુજબ એક દિવસમાં જે 228810 લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો તેમાં અમદાવાદ જિલ્લામાં 44141 લોકો છે. વળી, આખા રાજ્યમાં અત્યાર સુધી 1.58 કરોડથી વધુ(15,830,183)આપવામાં આવી ચૂક્યો છે. ખાસ વાત એ છે કે સરકારે આમાંથી કોઈને પણ વેક્સીનના ગંભીર દુષ્પ્રભાવ ન હોવાની વાત કહી છે. સરકારનુ એ પણ કહેવુ છે કે કુલ 7,94,912 સંક્રમિતોમાંથી 7,22,741 રિકવર થઈ ચૂક્યા છે. સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા પણ 62,506 છે એટલે કે સક્રિય કોરોના દર્દી ગુજરાતમાં હવે 1 લાખથી ઘણા ઓછા છે.

બ્લેક ફંગસના સૌથી વધુ દર્દી ગુજરાતમાં

બ્લેક ફંગસના સૌથી વધુ દર્દી ગુજરાતમાં

કોરોના વાયરસના ઘટતા કેસો વચ્ચે રાજ્યમાં બ્લેક ફંગસના દર્દી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ અત્યાર સુધી ગુજરાતમાં બ્લેક ફંગસના 2859 કેસ નોંધવામાં આવ્યા છે. આ સંખ્યા અન્ય રાજ્યોના મુકાબલે વધુ છે. આના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2770 કેસ સામે આવ્યા છે. વળી, આંધ્ર પ્રદેશમાં 768 કેસ નોંધવામાં આવ્યા છે. દિલ્લીમાં 620 અને હરિયાણામાં 400થી વધુ દર્દી જોવા મળ્યા છે.

વિવિધ રાજ્યો સાથે ડેટા કર્યો શેર

વિવિધ રાજ્યો સાથે ડેટા કર્યો શેર

સમગ્ર દેશની વાત કરીએ તે 11,717 કેસ નોંધવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ વિવિધ રાજ્યો સાથે ડેટા શેર કર્યો અને કહ્યુ કે એમ્ફોટેરિસિન-બીની લગભગ 30,000 વધુ શીશીઓ(મ્યુકોરમાઈકોસિસા ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવા) આજે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X