For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ગણેશ મંડપમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત

|
Google Oneindia Gujarati News

Isanpur Map
અમદાવાદ, 25 સપ્ટેમ્બર : અમદાવાદ શહેરના ઇસનપુરમાં આવેલા ગોવિંદવાડી વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી માટે બાંધવામાં આવેલા ગણેશ મંડપમાં સોમવારે રાત્રે એલપીજી સિલિન્ડર ફાટતા થયેલા વિસ્ફોટમાં એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં સાત વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રાના જણાવ્યા અનુસાર આયોજકોએ પંચમુખી ડાયનાસોર પર ગણેશજી સવારી કરતા હોય અને ડાયનાસોરના મોઢામાંથી અગન જ્વાળા નિકળતી હોય તેવી થીમ તૈયાર કરી હતી. આ માટે ડાયનાસોરની અંદર ગેસનો બાટલો મૂક્યા હતો. વ્યવસ્થામાં કોઇ ખામી સર્જાતા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.

આ કરુણંતિકામાં દવાખાને દવા લેવા આવેલા 35 વર્ષીય કલામુદ્દીન ખુદાદીન ચિશ્તીનું માથું ધડથી અલગ થઇને દવાખાનાના માળિયામાં જઇને પડ્યું હતું અને ઘટના સ્થળ પર તેનું મોત થયું હતું. ઘટનામાં સાત લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. ગંભીર ઘટનાને પગલે પોલીસે આયોજક કેયુર પરીખ વિરુધ્ધ કલમ 304 મુજબ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.

ફાયર બ્રિગેડ દ્વારા મંજૂરી નહીં
ઇસનપુર યુથ ફેડરેશનના ગણેશ મંડપમાં પાંચ ડાયનાસોરના મોઢામાંથી અગન જ્વાળાઓ કાઢવા માટે 3 એલપીજી સિલિન્ડર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપયોગ માટે ફાયર બ્રિગેડ પાસેથી કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી.

English summary
One person die in a tragic LPG cylinder blast in Ganesh Mandap near Isanpur area of Ahmedabad on Monday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X