રાજ્ય સરકારની આદિજાતી માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકીને વનબંધુઓને રોજગારી પૂરી પાડવાનું કામ કર્યુ છે. રાજસરકાર દ્વારા વનબંધુઓના કલ્યાણ અન વિકાસના ઉતર્કષ માટે આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક રો
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકીને વનબંધુઓને રોજગારી પૂરી પાડવાનું કામ કર્યુ છે. રાજસરકાર દ્વારા વનબંધુઓના કલ્યાણ અન વિકાસના ઉતર્કષ માટે આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું સર્જન કરીને સ્વ. રોજગારી ની વ્યાપક તકો ઉભી કરવાનું કામ કર્યુ છે.

આદિજાતિ વિસ્તારોમાં હાટ બજારની યોજના
આદિજાતિના લોકો પોતાના ઉત્પાદનો/પેદાશોનું વેચાણ સામાન્યતઃ પંરપરાગત રીતે અને સ્થાનિક લોકોએ નક્કી કર્યા મુજબના દિવસે જાહેરમાર્ગો પર બસીને કરતા હોય છે, તેઓની નબળી સ્થિતિને કારણે તેઓ શેડ કે દુકાન ઊભી કરી શકતા નથી. આથી સરકાર દ્વારા આદિજાતિની સઘન વસતિ ધરાવતા તાલુકાઓ પૈકી દરેક તાલુકામાં હાટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં આવા લગભગ ૧૮૨ સાપ્તાહિક હાટ ભરાય છે. અહીં સ્થાનિક રીતે પેદા થતી કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, ગૌણ જંગલ પેદાશો, જંગલી ફળફળાદિ, મધ, કપડાં, પાલતુ પક્ષીઓ, ઈંડા, પશુઓ, માછલી વેગેરેનું વેચાણ વાજબી ભાવથી થાય છે. આ ભાવ અન્ય બજારોની સરખામણીમાં નીચા હોય છે.
ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં અમુક સ્થળોએ અદ્યતન સુવિધાઓ જેવી કે માથે શેડ સાથેના પ્લેટફોર્મ, પાર્કિંગ, ટોઈલેટની સુવિધા, વીજ-સુવિધા, પીવાના પાણીની સગવડ, સલામતી વ્યવસ્થા વગેરે માટેનાં અદ્યતન હાટ બજાર વિકસાવવાનું આયોજન કર્યું છે. આનાથી સ્થાનિક લોકોને ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદવાનું સુલભ બન્યુ છે, અને તે હાટ બજારમાં વધુ મોટી સંખ્યામાં આદિવાસી બાંધવોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ વિશાળ જગા અને સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના
આદિજાતિ વિસ્તારોના આદિવાસી સમુદાયો, વિશેષતઃ ગરીબી રેખા નીચે જીવતા સમુદાયોના ખેડૂતોને ઉચ્ચકક્ષાનું બિયારણ, ખાતર અને સંબંધિત તાલીમ ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના માટે જે કૃષિ પાક આવરી લેવાયા છે તેમાં મકાઈ, કારેલા, દૂધી, ટામેટા, રીંગણ, બાજરી અને રાગીનો સમાવેશ થાય છે. પ્રાયોજના અંતર્ગત બિયારણ અને ખાતર સાથેની કીટ ભાગ લેનાર લાભાર્થી ખેડૂતને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ ખેતી પદ્ધતિની તાલીમ પણ આ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવે છે. આ માટે કૃષિ સેવા ઉપલબ્ધકારો, ફર્ટિલાઈઝર કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આદિજાતિ લાભાર્થીઓ માટે કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના હેઠળ વર્તમાન બજેટ વર્ષમાં રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ
ડેરી દ્વારા ગુજરાતના બી.પી.એલ. આદિજાતિ ઘર માટે ગતિશીલ આવક ઉત્પન્ન કરનારા સાહસમાં રૂપાંતરિત કરવા માટે આદિજાતિ સમુદાયો માટેની આ યોજનાનો હેતુ પ્રોજેક્ટના સમયગાળાના અંત સુધીમાં દરેક સહભાગીના મકાનમાં ઓછામાં ઓછા ચાર પ્રાણીઓનું એકમ ઉપલબ્ધ બનાવવાનું છે જેથી ડેરી મારફતે સંપૂર્ણ સમય રોજગાર પ્રવૃત્તિમાં વ્યતીત થાય. આમાંના બે પશુઓને પ્રોજેકટ અંતર્ગત પ્રદાન કરવામાં આવે છે અને બે પશુઓને વધુ સારી રીતે પશુ વ્યવસ્થાપન અને ઉછેર વ્યવહારમાં પ્રોજેક્ટ સપોર્ટ દ્વારા લાભાર્થીઓના ઘરે વિકાસ કરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીદીઠ રોકાણ આશરે રૂ. ૮૦,૦૦૦ થી રૂ. ૮૪,૦૦૦ થાય છે. અન્ય ફાયદાઓમાં લોન અને સબસિડી દ્વારા દૂધાળા પશુઓની જોગવાઈ, પશુ આરોગ્ય અને સપોર્ટ સેવાઓ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે નાણાકીય સહાય સામેલ છે.
આદિજાતિના સર્વાંગી ઉત્થાન માટે આર્થિક સહાયની યોજનાઓ
આદિજાતિ વિસ્તારોના લોકોને સ્વરોજગારીના હેતુ માટે વાર્ષિક ૪ ટકાના દરે લોન પૂરી પાડવામાં આવે છે, જેમાં કુલ ધિરાણના ૧૦ ટકા ફાળો લાભાર્થીએ ભોગવવાનો છે. સ્વ-રોજગારીની તકો ઊભી કરવા આર્થિક સહાયના હેતુ માટે વિવિધ પ્રોજેક્ટ માટે જુદી-જુદી રકમની મર્યાદામાં ધિરાણ પૂરુ પાડવામાં આવે છે.
કરિયાણાની દુકાન, મંડપ ડેકોરેશન, રસોઈના સાધનો, ફરસખાના, કેટરીંગના સાધનો, પ્રોવિઝન સ્ટોર, ઇલેક્ટ્રોનિક સાધનો વસાવવા, પગરખાંની દુકાન, બ્યુટી પાર્લર, શાકભાજી તથા ફળ-ફળાદિના સ્ટોર માટે રૂ. ૭૫ હજારની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે.
વધુમાં, સ્વરોજગારી માટે વ્યવસાયિક સાધન સહાય માટેની સરકાર દ્વારા ચલાવવમાં આવતી 'માનવ ગરિમા યોજના' હેઠળ વિવિધ કીટ આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
