For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક પંથ અનેક કાર્ય અમારી સરકારની પરંપરા : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi-kite
અમદાવાદ, 13 જાન્યુઆરી : છેલ્લા એક સપ્તાહથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં વ્યસ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા ઉત્સાહ, જુસ્સા અને મિજાજમાં જોવા મળ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત પતંગોત્સવના ઉદઘાટન સંબોધનમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે "એક પંથ અનેક કાર્ય" અમારી સરકારની પરંપરા રહી છે. અમે એક સાથે અનેકનું ભલું થાય અને સૌનો વિકાસ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે અને કરતા રહીશું.

રવિવારની સવારે અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી નજારો જોઇને લોકો ખુશ થઇ ગયા હતા. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત પતંગોત્સવની મજા માણી હતી. આ પતંગ મહોત્સવનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાત પાસે દેશ - દુનિયાને આપવા માટે ઘણું બધું છે. આ માટે પ્રચારની જરૂર છે. ગુજરાત સરકારે વિવિધ ઇવેન્ટો સુધી ગુજરાત પાસે શું છે તે લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તે પૈકીનું એક માધ્યમ આ પાંચ-દસ રૂપિયાની પતંગ પણ છે જે અમે સાબિત કરી બતાવ્યું છે. પતંગ મહોત્સવ પહેલા પણ થયો હતો પણ તે દુનિયામાં નવી ઓળખ કેવી રીતે બનાવી શકે એ અમે કરીને બતાવ્યું છે. અમે આ મહોત્સવ દ્વારા ગરીબથી ગરીબ લોકોને જોડવા માંગીએ છીએ. તેમનામાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ.

આજે ગુજરાતનો ટુરિઝમ ગ્રોથ દેશના ટુરિઝમ ગ્રોથની સરખામણીએ લગભગ બેવડો છે. અમે હજી પણ આ દિશામાં અનેક પગલાં લેવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવારનવાર આવતા રહે. ગુજરાતીઓ સાથે સંબંધો બનાવે. આનું પરિણામ તાત્કાલિક નહીં આવે પણ 10 વર્ષ બાદ તેની અસર જોવા મળશે.

અમે સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ઝુંપડપટ્ટીવાળા બાળકોમાં રહેલા ટેલેન્ટને રજૂ કરીને તેમનામાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પેદા કરવા માંગીએ છીએ. એક પંથ અનેક કાર્ય અમારી સરકારની પરંપરા રહી છે. અમે નાનામાં નાની જગ્યાએ આવા ઉત્સવો લઇ જઇને ટુરિઝમનો વિકાસ કરવા માંગીએ છીએ. દેશ - દુનિયામાં તેને લઇ જવા માંગીએ છીએ. છેલ્લા બે દિવસમાં અમે વિકાસની પતંગને આકાશમાં ઊંચે ચઢાવી છે. આપણે આપણા જીવન અને સામાજિક વિકાસમાં પતંગની જેમ ઊંચે ઉઠવાનું છે. ગુજરાતે વિશ્વફલક પર પોતાનું સ્થાન બનાવવાનું છે. આ માટે મારી આપ સૌને શુભેચ્છા છે.

ઉલ્લેખનીય છે કે પતંગ મહોત્સવમાં જાત ભાતના પતંગો લઇને વિશ્વભરમાંથી 50 દેશોના 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે. જ્યારે દેશમાંથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળના 150થી વધારે પતંગબાજોએ પણ ભાગ લીધો છે.

વીડિયોમાં જુઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વાઇબ્ર્નટ ગુજરાત પતંગોત્સવમાં આપેલું વક્તવ્ય...

English summary
Gujarat Chief Minister said today in Vibrant Gujarat Kite festival inauguration event at Sabarmati Riverfront that "One sect, numerous work is tradition of our government".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X