સુરેન્દ્રનગરમાં 100 મીટર લાંબો બ્રિજ ધરાશાયી થયો, જુઓ વીડિયો
Bridge collapsed in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પરનો એક નાનો પુલ મંગળવારની બપોરે ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ અચાનક પાણીમાં વધારો થવાને કારણે તૂટી પડ્યો હતો.
પુલ ધરાશાયી થયા બાદ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે કે શર્માએ જણાવ્યું હતું કે, આ લગભગ 100 મીટર લાંબો પુલ હબિયાસર ગામને ચોટીલા શહેર સાથે જોડતો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર, ખેડા અને દેવભૂમિ દ્વારકામાં પણ સવારે વરસાદ પડ્યો હતો.

SDMએ જણાવ્યું હતું કે, તેમને બ્રિજના નિર્માણનું વર્ષ ખબર નથી. વીડિયો બનાવનાર હબિયાસર ગામના સરપંચ તેજાભાઈ ભરવાડે દાવો કર્યો હતો કે, આ પુલ પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
મેજિસ્ટ્રેટ કે કે શર્માએ જણાવ્યું હતું કે, નાની મોરસલ ગામ પાસે ડેમ ઓવરફ્લો થવાને કારણે નદીમાં પાણીનો મોટો જથ્થો વહી ગયો, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
તેમણે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રને ક્યારેય પુલના માળખાકીય મુદ્દાઓ અથવા તેના નબળા પડવા અંગે કોઈ રજૂઆત મળી નથી.
તેજાભાઈ ભરવાડે દાવો કર્યો હતો કે, વૈકલ્પિક માર્ગોના અભાવે હબિયાસર ગામ હવે રાજ્યના બાકીના ભાગોથી સંપર્ક વિહોણુ થયું છે.
પુલ ધરાશાયી થવાથી 800 લોકો પ્રભાવિત - સરપંચ તેજાભાઈ ભરવાડે દાવો કર્યો હતો કે, આ પુલ પાંચ વર્ષ પહેલા જ બન્યો હતો. આ પુલ લગભગ 1.30 કલાકે ધરાશાયી થયો હતો.
તેજાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, જ્યારે બ્રિજ બની રહ્યો હતો, ત્યારે બાંધકામની ટેક્નોલોજીમાં ખામી હોવાથી મેં અને ગામલોકો આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, આ બાંધકામની નવી પદ્ધતિ છે. આખરે આજે પુલ તૂટી ગયો હતો. આ પુલ તૂટી પડવાને કારણે રાજ્યમાંથી 800 ગ્રામજનોનો સંપર્ક કપાઈ ગયો છે.
Gujarat: In Surendranagar district's Chotila Taluka, a bridge near Hasargam collapsed due to heavy rain pic.twitter.com/NoC0DsPRov
— IANS (@ians_india) August 27, 2024












Click it and Unblock the Notifications
