For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ગીર સોમનાથના બાણેજ ગામે 100 ટકા મતદાન, જાણો મતદાન મથકની ખાસિયત

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવું મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જ્યાં માત્ર એક જ મતદાર મતદાન કરે છે. આ મતદારનું નામ સંત હરિદાસ બાપુ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં 89 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા 14,000 થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

આ મતદાન મથકો પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને લોકો EVM દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયે શું તમે જાણો છો કે, ગુજરાતમાં દર વખતે એક એવું મતદાન મથક પણ બનાવવામાં આવે છે, જ્યાં માત્ર એક જ વ્યક્તિ મત આપે છે. જેના કારણે આ મતદાન મથક પર દર વર્ષે 100 ટકા મતદાન થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવું મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જ્યાં માત્ર એક જ મતદાર મતદાન કરે છે. આ મતદારનું નામ સંત હરિદાસ બાપુ છે. સંત હરિદાસ બાપુએ ગુરૂવારના રોજ​ગીર સોમનાથ જિલ્લામાં ઉભા કરાયેલા આ અનોખાબૂથ પર મતદાન કર્યું છે.

જંગલની વચ્ચેમાં આવેલું છે મતદાન મથક

જંગલની વચ્ચેમાં આવેલું છે મતદાન મથક

આ ભારતનું એકમાત્ર બૂથ છે, જે માત્ર એક વ્યક્તિના વોટ માટે જંગલની વચ્ચે બનાવવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, 15સભ્યોનો ચૂંટણી સ્ટાફ ગીરના જંગલની મધ્યમાં બનેલા બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુ માટે મતદાન કરવા માટે એક બૂથ ગોઠવે છે.

મતદાન મથક પર 100 ટકા મતદાન

મતદાન મથક પર 100 ટકા મતદાન

સંત હરિદાસ બાપુ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનું ક્યારેય ભૂલતા નથી. મતદાન બાદ કયા બૂથ પર કેટલા મતદાનથયા તે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ આ બૂથની મત ટકાવારી કોઈનાથી છૂપાયેલી નથી. દરેક વ્યક્તિ પહેલાથી જ જાણેછે કે, આ અનોખા બૂથ પર 100 ટકા મતદાન થશે. કારણ કે, અહીં હરિદાસ બાપુ એકમાત્ર મતદાર છે.

100 ટકા મતદાનવાળું રાજ્યનું પ્રથમ બૂથ

100 ટકા મતદાનવાળું રાજ્યનું પ્રથમ બૂથ

મળતી માહિતી મુજબ બાણેજના જંગલમાં આવતા કર્મચારીઓ માટે હરિદાસ બાપુ પોતે જ રહેવા-જમવાની વ્યવસ્થા કરે છે. સંત હરિદાસબાપુએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે અને આ સાથે જ બાણેજ બૂથ 100 ટકા મતદાનવાળું રાજ્યનું પ્રથમ બૂથ બન્યું છે.

English summary
100 percent voting in Banej village of Gir Somnath in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X