અમદાવાદઃ અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન જમીનદોસ્ત, 2નાં મોત
અમદાવાદઃ અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન જમીનદોસ્ત, 2નાં મોત
Recommended Video

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મકાન ધરાશાયી થતાં કોર્પોરેશન અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.

ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મકાનમાં 10 જેટલા લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાડી લેવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા છે. તથા ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે.
ફાયર બ્રિગેડની ટીમની સાથે સ્થાનિકો પણ મળીને બચાવકાર્યમાં લાગ્યા છે. જો કે મકાન સાંકળી ગલીમાં હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. જણાવી દઈએ કે આ મકાન જર્જરીત હોવાના કારણે અકાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલીને મકાન ખાલી કરવા પણ જણાવ્યું હતું, જેની અણદેખી કરવામાં આવી.












Click it and Unblock the Notifications
