રાજ્યમાં કુટરીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મટે રાજ્યમાં 102 મેળા યોજાયા
રાજ્યના હાથશાળ-હસ્તકલાને પ્રોત્સાહન આપવા કુટીર ઉદ્યોગની ઇન્ડેક્ષ્ટ-સી કચેરી દ્વારા બે વર્ષમાં રાજ્યની બહાર ૧૫ અને રાજ્યમાં ૧૦૨ મેળાઓ યોજાયા
રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળની ઇન્ડેક્ષ્ટ-સી કચેરી દ્વારા ગુજરાતના કુટીર ઉદ્યોગો, ગ્રામ્ય ઉદ્યોગો, માટીકામ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે જ ઇન્ડેક્ષ્ટ-સી કચેરી દ્વારા રાજ્યમાં અને રાજ્યની બહાર અનેક સ્થળોએ હાથશાળ અને હસ્તકલા મેળાનું આયોજન કરી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

વિધાનસભા ગૃહ ખાતે આજે ઇન્ડેક્ષ્ટ-સી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં રાજ્યની બહાર અને રાજ્યમાં યોજવામાં આવેલા મેળાઓ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર કુટીર ઉદ્યોગ વિભાગની ઇન્ડેક્ષ્ટ-સી કચેરી દ્વારા રાજ્યની બહાર બે વર્ષમાં ૧૫ અને રાજ્યમાં ૧૦૨ હાથશાળ-હસ્તકલાના મેળાઓ યોજવામાં આવ્યા હતા. રાજ્યમાં બે વર્ષ દરમિયાન યોજાયેલા મેળાઓમાં કુલ ૭૩૮૮ અને રાજ્યની બહાર બે વર્ષ દરમિયાન યોજાયેલા મેળાઓમાં ૧૨૩૧ હાથશાળ-હસ્તકલા કારીગરોએ ભાગ લીધો હતો.
વધુમાં દર્શાવ્યા અનુસાર રાજ્ય બહાર યોજાયેલા મેળાઓમાં હાથશાળ-હસ્તકલા કારીગરો દ્વારા બે વર્ષમાં કુલ રૂ. ૧૦૬૧.૨૬ લાખ અને રાજ્યમાં બે વર્ષ દરમિયાન યોજાયેલા મેળાઓ કુલ રૂ. ૩૮૩૧.૮૧ લાખનું વેચાણ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
