ધોરણ 10 બોર્ડનું અંગ્રેજીનું પેપર થયું લીક?

Subscribe to Oneindia News

સુત્રોથી મળતી માહિતી મુજબ તેવું જાણવા મળ્યું છે કે મહિસાગરના લુણાવાડામાં ધોરણ-10ની બોર્ડનું પેપર લીક થયું છે, અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજનું પેપર સોશ્યલ મીડિયા પર વાયરલ થયું હોવાની ખબર આવી છે. જે બાદ લુણાવાડા ડીઈઓ પોલિસ ફરિયાદ કરવા પહોંચ્યા છે, બોર્ડના ડેપ્યુટી ચેરમેનનું નિવેદન છે કે પેપર ચાલુ થયા બાદ વાઈરલ થયું છે. 10.15 વાગ્યા પછી વાઈરલ થવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ તો આ વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા આપી બહાર આવી ચૂક્યા છે.

exam

જો કે તે પછી ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે તપાસ હાથ ધરી છે. અને જો પેપર વાયરલ થયું હશે તો પેપર વાયરલ કરનાર સામે કડક પગલા ભરવાની વાત પણ ઉચ્ચારી છે. મહીસાગર ડી.ઓ.એ કાયદેસરની કાર્યવાહી ધરી હાથ ધરતા બોર્ડના ચેરમેન એ.જે.શાહે તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે હાલ વાયરલ થયેલ પેપર સાચુ છે કે ખોટુ તેની કોઇ સ્પષ્ટતા નહી થઇ.

English summary
Breaking: 10th Board exam english paper leaked? Read more on this news.
Please Wait while comments are loading...