For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાણપૂરમાં બારે મેઘ ખાંગા, રાવલની સ્થિતિ ચિંતાજનક

ક્યાણપૂરમાં બારે મેઘ ખાંગા, રાવલની સ્થિતિ ચિંતાજનક

|
Google Oneindia Gujarati News

કલ્યાણપુરઃ સૌરાષ્ટ્રમા વરસાદ ખાબકતાં ચારોતરફ પાણી વહેતા થઇ ગયાં છે. આગોતરી વાવણી કરીને બેઠેલા ખેડૂતોને પણ આ વરસાદે રાહત આપી છે. પરંતુ હવે વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્ય. 5 જૂનથી શરૂ થયેલો આ વરસાદ સતત વરસી રહ્યો છે. દ્વારકામાં છેલ્લા 87 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કલ્યાણપૂર તાલુકા અને ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે હાની ડેમના દરવાજા રિપેર ના થઇ શક્યા હોવાના કારણે રાવલ પર ખતરો મંડરાયો છે. બીજી તરફ વર્તુ ડેમ ભરાય તો તેવી સ્થિતિમાં રાવલ પર બમણો માર પડશે. વરતુ, હાની અને દૂધી ત્રણેયના પાણી રાવલમા ભરાય તેવી સ્થિતિમાં અકાલ્પનીય ઘટનાઓ બની શકે છે.

rain

જણાવી દઇએ કે જામજોધપુરમાં 5 ઇંચ, જામનગરમાં ચાર, જોડિયામાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં સાડા 6 ઇંચ, લાલપુરમાં 4 ઇંચ, ખંભાળિયામાં 6 ઇંચ, કલ્યાણપુરમાં 11 ઇં, દ્વારકામાં સાડા દસ ઇંચ અને ભાણવડમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. હજી પણ વરસાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમા મેઘમહેર થઇ છે. જેને પગલે જૂનાગઢના ઓઝત- 2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. બીજી તરફ કેશોદમાં સાબરીનું પુલ ટૂટી ગયું છે. હજી પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી હોય સ્થિતિ ચિંતાજનક બની શકે છે.

શ્રાવણ મહિનો 2020: આ તારીખે શરૂ થશે શ્રાવણ, 16 સોમવારના વ્રતની મહિમા જાણોશ્રાવણ મહિનો 2020: આ તારીખે શરૂ થશે શ્રાવણ, 16 સોમવારના વ્રતની મહિમા જાણો

English summary
11 inch rain in kalyanpur taluka, raval's situation is concerned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X