અમિત શાહ નેશનલ ફોરેન્સીક સાયન્સ યૂનિવર્સિટીના પદિવીદાનમાં રહ્યા હાજર
ગુજરાતની મુલાકાતે આવેલા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો અને NFSU
ગુજરાતની મુલાકાતે આવેલા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો અને NFSU કેમ્પસમાં વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

અમિત શાહએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓના જીવનમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધા પછી જાહેર જીવનમાં કાર્યરત બનશે. પહેલા ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને હવે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે ગતિએ તે તમામ પરિમાણોમાં પ્રગતિ કરી રહી છે અને જે રીતે સમગ્ર વિશ્વમાં તેની સ્વીકૃતિ વધી રહી છે તે એક દાયકામાં વિશ્વમાં તેનું પ્રથમ સ્થાન સુનિશ્ચિત કરશે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, 2002-2003માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું વિઝન હતું કે દેશમાં દોષિત ઠરાવવાના અને સજાના દરમાં વધારો થવો જોઈએ. જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ફરી એકવાર દેશભરમાં ન્યાય પ્રણાલીને મજબૂત કરવા અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે જરૂરી સંખ્યામાં નિષ્ણાતો ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંરચનાનો નિર્ણય લીધો હતો. - અમિતભાઈ શાહ
અમિત શાહે વધુમાં ઉમેર્યું હતુ કે, મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર ત્રણેય આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે કારણ કે આઝાદી પછી કોઈએ આ કાયદાઓને ભારતીય દ્રષ્ટિકોણથી જોયા નથી 6 વર્ષથી વધુ સજાપાત્ર તમામ ગુનાઓ માટે ફોરેન્સિક વિઝિટ અને ફોરેન્સિક પુરાવા ફરજિયાત અને કાયદેસર બનાવવામાં આવશે, આ માટે પ્રશિક્ષિત માનવબળની જરૂર પડશે અને તેમની તાલીમ માટેની વ્યવસ્થા પણ કરવાની રહેશે
ફોરેન્સિક ક્ષેત્રમાં ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા માટે કેન્દ્રની ભાજપા સરકાર ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફોરેન્સિક એક્સપર્ટ મેન પાવર, ફોરેન્સિક ટેક્નોલોજી અને ફોરેન્સિક સાયન્સમાં સંશોધનના ચાર સ્તંભો પર મુખ્ય ભાર મૂકી રહી છે. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ફોરેન્સિક સાયન્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણા રાજ્યોને મદદ કરી રહી છે. તેમ અમિતભાઈ શાહે કહ્યું હતું.
ત્રણેય સેન્ટર ઓફ એક્સેલન્સ અભ્યાસ, શિક્ષણ, તાલીમ અને કન્સલ્ટન્સીની સાથે સંશોધન અને વિકાસના મુખ્ય કેન્દ્રો બનશે અને ફોરેન્સિક સાયન્સ સંશોધન ક્ષેત્રે ભારત વિશ્વનું હબ બનશે ફોરેન્સિક સાયન્સની બે મોબાઈલ લેબ શરૂ કરવામાં આવી તે શતપ્રતિશત સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે. ડિગ્રીનો લાભ માત્ર વિદ્યાર્થીઓને પુરતો સીમિત ન રહેતા તેનો ઉપયોગ સમાજ અને સમાજ વ્યવસ્થાને સુધારવામાં કરવામાં આવે તો સમગ્ર દેશને ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.
અમિતભાઈ શાહે દીક્ષાંત સમારોહમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના જીવનમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ડીગ્રી લઈને સમાજમાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આજે 21 દેશોના 91 વિદેશી વિદ્યાર્થીઓ સહિત 1132 વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત તરીકે સમાજમાં જોડાઈ રહ્યા છે. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના જે હેતુ માટે કરવામાં આવી હતી તે હેતુને પરિપૂર્ણ કરવામાં તેમની ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી, અમિતભાઈ શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે NFSU કેમ્પસમાં વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાજી અને NFSUના કુલપતિ ડો.જે એમ.વ્યાસ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
