For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

મહેશ શાહને પોલિસની વર્દી પહેરાવવા બાબત, અમરેલીમાં અસ્થિર મહિલાએ બળાત્કાર બાદ બાળકને જન્મ, અમદાવાદ-મુંબઇ હાઇવે પર ટેંકરમાં લાગેલી ભીષણ આગ વગેરે જેવા સમાચારો વિશે સંક્ષિપ્તમાં વાંચો અહીં...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

mahesh

મહેશ શાહને પોલિસની વર્દી પહેરાવવા બાબતે તપાસ અધિકારી આજે સોંપશે અહેવાલ

13.860 કરોડ રુપિયા જાહેર કર્યા બાદ વેરાનો પ્રથમ હપ્તો ન ભરી શકનાર મહેશ શાહને પોલિસ સાચવી રહી છે. આ બાબતે ચર્ચા ત્યારે ઉભી થઇ જ્યારે મહેશ શાહને પોલિસની વર્દી પહેરાવીને સુરક્ષા આપવામાં આવી હતી. આ બાબત અંગે તપાસ અધિકારી આજે પોતનો અહેવાલ સોંપે તેવી શક્યતા છે. આ બાબતે એન ડિવિઝનના તપાસ અધિકારી પોતાના ઉપરી અધિકારીને આજે રિપોર્ટ સોંપી શકે છે. ત્યારબાદ મહેશ શાહને પોલિસ વર્દી પહેરાવનાર સામે કેવા પગલાં લેવાય છે તે જોવુ રહ્યુ.

rape

અમરેલીમાં અસ્થિર મહિલાએ બળાત્કાર બાદ બાળકને જન્મ આપ્યો

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં અસ્થિર મગજની મહિલાએ બાળકને જન્મ આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ બાબતની જાણ થતા પોલિસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. આ મહિલા અસ્થિર મગજની હોઇ પોલિસે જાતે જ ફરિયાદી બની અજાણ્યા શખ્સ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. પોલિસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યુ હતુ કે કોઇ શખ્સ મહિલાની માનસિક અસ્થિર પરિસ્થિતિનો લાભ લઇ એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. જેને પરિણામે મહિલા માતા બની હતી અને એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે ત્યાં હાજર સૌ જન્મેલા બાળકના ભવિષ્યને લીધે ચિંતાગ્રસ્ત જોવા મળ્યા હતા. બાળકને કોના ભરોસે મૂકવુ તે મોટો પ્રશ્ન સર્જાયો છે.

fire

અમદાવાદ-મુંબઇ હાઇવે પર ટેંકરમાં લાગેલી ભીષણ આગ આખરે કાબૂમાં

અમદાવાદ-મુંબઇ હાઇવે પાસે આવેલા તલસારી નજીક ગઇ કાલે ભીષણ આગ લાગી હતી. આ આગ એક ટેંકરમાં લાગી હતી ત્યારબાદ હાઇવે પર અગન જ્વળાઓ અને ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આ આગમાં બે વ્યક્તિ ખાખ થઇ ગયા હતા. નજીક ઉભેલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આગની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ બોલાવવામાં આવી હતી.. જો કે ફાયરના પાણીનો મારો આ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડ્યો હતો અને બીજી તરફ હાઇ વે પર સતત ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનામાં 5 જેટલા વાહનો આગની લપેટમાં અવી ગયા હતા. આગ કાબૂમાં ન અવતા ખાસ પ્રકારના કેમિકલનો મારો ચલાવીને આગ કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગને પગલે જામ થયેલા ટ્રાફિકને બીજા રસ્તે વાળવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

ahmedabad

સિવિલના સીએમઓ પર દર્દીના સગાએ કર્યો હુમલો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો પ્રમાણે આ હુમલો દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગત રાત્રે આશરે બાર વાગ્યાની આસપાસ સીએમઓ બી. એન. સિસોદીયા ઉપર રીક્ષામાં આવેલા 10 જેટલા શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો.

English summary
12 december, todays top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X